________________
(૧૫) હાથનાં કર્યા હૈયે વાગ્યાં!
ઉચ ભાવનાને ચમત્કારની જરૂર નથી, અને એ બે વચ્ચે કાંઈ સંબંધ હોઈ શકે નહિ. “ચમત્કાર માનવાથી ઉલટું મૂર્તિ પરની શ્રદ્ધાને નુકશાન થવાને ભય છે, જેમકે જે મૂર્તિઓમાં કે પૂજારીઓમાં ચમશ્નર જેવું કંઈ ખરેખર જ હોય તે પછી દેરાસરમાંથી મહેંદી ચેરીએ કેમ થવા પામે ? મૂર્તિ અને દેરાસરને લગતા કેસમાં ભકતો હારે કેમ ? માટે મૂર્તિપૂજાના સિદ્ધાન્તને હરકત ન આવવા પામે એનું. દરછનારાઓએ ચમત્કારની વાતોને ડહાપણુપૂર્વક દૂર રાખવી જોઈએ અને પત્રકારોએ તો ખાસ. “ખબરપત્રીએ લખી મોકલ્યું એટલે છીપ્યું ” એમ કહેવું એ જોખમદારીનું ભાન ન હોવાનો પુરાવો પુરે પાડવા જેવું ગણાય. એક પ્રજાકીય છાપું પણ આવા ખબર છાપતાં વિચાર કરે, તે કોમી છાપાએ પિતાની કમને લગતા આવા સમાચાર છાપવા પહેલાં બેવાર વિચાર કરવો જોઈએ. વિચિત્ર ખબર છાપવાથી લોકોમાં છાપું આકર્ષણ પામશે એવો, અગર શ્રદ્ધાળુઓ છાપાવાળાથી ખુશ રહેશે એવો ખ્યાલ સમાજના હક્કમાં બહુ નુકશાનકારક છે. ભાવનાની પુષ્ટિ માટે મુકાતી મૂર્તિ ચમત્કાર ઉપજાવી શકે નહિ, પણ મનુષ્ય તો યોગબળથી ચમત્કાર ઉપજાવી શકે એ બનવા જેમ છે, તોપણ, જે કોઈ સ્થાનકવાસી સાધુએ એવો કંઈ ચમત્કાર કર્યાના ખબર મને મોકલવામાં આવે તો હું તે હરગીજ છાપું નહિ અને પુરી તપાસને પરિણામે હને ખાત્રી થાય તો છાપું પણ તે સાધુની તારીફના રૂપમાં નહિ પણ ઝાટકણીના રૂપમાં; કારણ કે ધર્મ કે યોગ કંઈ ચમત્કાર માટે નથી. એ કંઈ વેવલા–નમાલા લે તે એકઠા કરી તાળીઓ પીટાવવા માટે નથી.
માત્ર મૂર્તિના જ નામે ચમત્કાર થાય છે અને ચમત્કાર ખર્ચાળ થઈ પડે છે એમ નથી, સાધુઓ પણ ચમત્કાર જણાવવા અને પૂજાવા કે બીજા સ્વાર્થ સાધવા બહાર પડે છે. તા. ૧૭–૨–૧૮ નું
જેન ” પત્ર જણાવે છે કે, “ હાલ અત્રે પુના કપમાં સાક્ષર શીરોમણી મહાન જ્યચંદ્ર મહારાજ સાહેબ પધાર્યા છે....મહારાજ સાહેબ અપર જતા મહાવિદ્યાથી પલેકની સાંતિ કરી શકે છે. આ ખબરપત્રની ભાષા શુદ્ધ કરવા જેટલી પણ જોખમદારી જ સ્વીકારનાર પત્રકાર ખબરનું ખરાપણું તથા તે પ્રગટ કરવાથી સમાજને લાભ છે કે ગેરલાભ તે વિચારવાની જોખમદારી તે સ્વીકારે જ કેમ ? એ જ “જન ” પત્રમાં એક વખત પ્લેગથી હિંદમાં દર અઠવાડીએ કેટલા હજાર માણસો મુઆ હેના સમાચાર છાપ્યા હતા,