________________
જૈનહિતેચ્છુ.
" (૨૬) હાથનાં કર્યા હૈયે વાગ્યાં!
દિગમ્બર ફિરકાનું પુરાણપ્રેમી (orthodox) સાપ્તાહિક પત્ર - જૈનમિત્ર’ બળાપ કરે છે કે “જબલપુરમાં ગરીબદાસજી નામના પ્રતિષ્ઠિત ગૃહસ્થ હમણાં લગ્નપ્રસંગે કટનીના મંદીરમાં ચાંદીનાં વાસગુ. છડી, ચામર, છત્ર વગેરે સર્વ કાંઈ આપ્યું, પરંતુ વિદ્યાસંસ્થાઆમાં બદામ પણ આપી નહિ......આશા રાખી હતી કે સ્થાનીય બેગને તેઓ તરફથી સારી રકમની મદદ મળશે, પણ મગદૂર છે કે એ તરફ ધ્યાન આપે ?”......બિચારું જૈનમિત્ર' ! ઘણું મોડું થયું હારે હવે બળાપો કરે છે ! પણ હજી હેને આ ખેદજનક વ- નનું મૂળ કારણ શોધી કહાડવાની ઈચ્છા થતી નથી, આસમાનને
સ્પર્શ કરતાં, ભવ્ય, અને તેનાથી મઢેલાં, એવાં જીનમંદિરની કથાએ જનારા અને મંદિર પાછળ લખલૂંટ ખર્ચ કરવાથી સ્વર્ગ અને વર્ગની સેંકડો અસરાઓ મળવાની ગેરન્ટી આપનારા જૈન આચા
ની લીલા વ્હારે બાબુ જુગલકિશોરજી જેવા વિદ્વાન દિગમ્બર પંડિત ખુલ્લી કરે છે હારે જૈનમિત્ર' પોકાર કરી મૂકે છે, અને - હારે એ જનસમાજને ભમાવનારી કથાઓના કેફથી લોકો હજારો રૂપિયા મંદિર પાછળ ખર્ચે છે અને વિદ્યાસંસ્થાઓને ભૂખે મરવું પડે છે હારે પાછો તેના તે જ જેનમિત્ર બાવા મંદિરની ભક્તિ કરનાર ઉપર કટાક્ષ કરવા લાગી જાય છે ! એમનાથી આએ નથી “અમાનું, અને તેઓ નથી ખમાતું ! તેઓ ગરીબદાસ ઉપર જે બ- ખાળા કહાડે છે તે વ્યર્થ છે તે તો જેવું શિખવવામાં આવ્યું છે તેવું કરે છે. આજે એકંદર જૈન સમાજ ગરીબદાસ છે, ગરીબોને (અર્થાત ગરીબ આત્માઓન-નિર્માલ્ય કથાકાર આચાર્યોન) દાસ છે. એકલા દિગમ્બરોમાં જ આમ છે એવું કાંઈ નથીઃ શ્વેતામ્બર મૂ૦ જન કેમના જૈનશાસન પત્રને પણ બુમ મારવી પડી છે કે, ભાવનગરમાં લગ્નના વરઘોડામાં ભગવાનની મૂતિ અને પંચમહાવ્રતધારી સાધુઓની હાજરીનો નવો રીવાજ દાખલ થઈ ગયો છે તેથી "ધર્મની હેલણ થાય છે. આ બધા લોકો પરિણામ ઉપર ગુસ્સે
ચાય છે તે કરતાં “કારણ” ઉપર ગુસ્સો કરતાં શિખે તો કેવું સારૂં? બહારથી વ્યવહારમાં ધર્મ ઘૂસાડવા માં હારથી જ આ પવિત્ર ધર્મની હેલનું શરૂ થઈ ચૂકી છે ! રહસ્ય નહિ હમજી શકનારા