________________
૬૨૮ ,
જનહિતેચ્છ અને તેની હામે પિતા પાસે દલીલો હોય તો તે વિનયપૂર્વક રજુ કરવી જોઇએ. સમ્પાદકોએ ઘણું વિષયનું પ્રાથમિક જ્ઞાન તો અવશ્ય ધરાવવું જોઈએ. કોઈ સસ્થા ઉપર ટીકાટીપ્પણી કરતી વખત એ સંસ્થાના એકાદઅંશ ઉપર જ વાચકનું લક્ષ ખેંચાય
અને બાકીનું આખું સ્વરૂપ અંધારામાં રહી જાય એવી રીતે ટીકાટીપણ નહિ કરવી જોઈએ. એ સંસ્થાના સવાંગનો ખ્યાલ આપવા સાથે અમુક અંગની ખુબી કે દોષ જણાવવામાં અપ્રમાણિકતા નથી. અધિપતિના પિતાના સ્નેહી કે મિત્રોની પ્રશંસા અને અધપતિના પ્રતિપક્ષીની ટીકા એ બે બાબતના પ્રસંગ જેમ બને તેમ ઓછા અને હદમાં રહીને લેવાય એ બાબતની કાળજી રાખવી જોઈએ. જે વખતે જે વિષયની ચર્ચા ચાલતી હોય હેમાં વચ્ચે ભળતા જ વિષય સંબંધી કોઈ વ્યક્તિના ગુણ કે દેષનું સ્મરણ કરાવવું પ્રમાણિક નથી. ( જેમકે કેળવણીને લગતા એક લેખકના લેખની આલોચના કરતાં સમાજસુધારાને લગતા એ લેખકના વિચારો ઉપર ટીકા કરવી એ અપ્રાસંગિક અને ઈર્ષાયુક્ત ગણાય) જાહેર પત્રોને કોઈ પણ વ્યક્તિ સાથે અંગત મિત્રતા કે શત્રતા ન જોઈએ, અર્થ ત કોઈ માણસ અમુક પત્રના અધિપતિનો મિત્ર હોય તેથી
ની તારીફ હેમાં ન થવી જોઈએ અને કોઈ શત્રુ હોય તેથી પત્રમાં તેની નિંદા થવી ન જોઈએ. પત્રમાં માત્ર જાહેર હિતની દષ્ટએ જ આલોચના થવી જોઈએ અને તે પણ તે વાજબી પ્રસંગ પ્રાપ્ત થયું હોય તો જ “કોથળામાં પાંચશેરી ' જેવી ટીકાઓથી પત્રકારોએ બચવું જોઈએ, જેમ કે “દુર થી व्यवस्था बहुधा संतोषजनक नहीं है, परन्तु इसके विस्तृत વર્ધાના શાવરવતા નહી હૈ.' આવી જાતની એક લીટીની ટીકા કેટલીક વખત નિર્દોષ સંસ્થાઓને નિર્મૂળ કરનારી થઈ પડે છે. હેની મોટી પીડા તો એ હોય છે કે, એવા ગુપ્ત અને નનામા આપની અસત્યતા જાહેર કરવાની તક તે સંસ્થાને મળી શકતી નથી....કઈ વ્યક્તિ કે સંસ્થાની વિરૂદ્ધ શુદ્ધ બુદ્ધિથી ટીકા છાયા પછી જે તે વ્યક્તિ કે તે સંસ્થા તરફથી ખુલાસે મળે તો હેને પ્રમાણિક પત્રકારે પોતાના વળતા અંકમાં જગા આપવી જોઈએ અને પિતાની કે પિતાના ચર્ચાપત્રો કે ખબર ૫ત્રીની ભૂલ જણાતી હેય તે તે માટે ક્ષમા પ્રદર્શિત કરવી જોઈએ. ખુલાસે છાપવા