________________
જૈન પત્ર અને પત્રકારો.
-
૬૨૭
ઉપયોગીતાના દષ્ટિબિંદુવાળાઓ મુદલ પસંદ કરશે નહિ. હેમાં પણ દળદાર પેપર ગમે તેમ કરે, ચચ્ચાર ફૉર્મનાં જૈન પત્રોમાં એ અનુકરણ કરવું તદન અગ્ય છે અને કામને ગેરઇન્સાફ આપવા બરાબર છે.
કેમ કે અમુક ધર્મના પત્રકારોએ કઈ કઈ બાબતે ધ્યાનમાં રાખીને પત્ર કહાડવાં જોઈએ એ વિષયને નિબંધ લખવાને આ પ્રસંગ નથી. એ ઉપર ઘણું લખવા જેવું છે, પણ તે સ્વતંત્ર પુ. સ્તક તરીકે લખાય તો જ ઠીક ગણાય. અહીં તે પ્રસંગવશાત આટલું બસ છે. છેવટમાં દિલોના છેલ્લા બાદશાહના કુટુમ્બના એક સભ્ય મિરઝાં જહાંદારશાહના વિચારોને થોડો ભાગ અત્રે ટકી આ ચર્ચા ખતમ કરીશ:
આ છાપાંઓ જનસમાજની સેવા માટે હાઈ એમને યોગ્ય સહાયતા આપવી એ પ્રજાનું કર્તવ્ય છે, તેમજ પ્રજાની ઉન્નતિ તરફ નજર રાખી લેખ લખવા એ છપનું કર્તવ્ય છે. સરકારે સામાન્ય રીતે છાપાને લગતા જે કાનુન મુકરર કર્યો છે હેને જ સાચવીને ચાલવું એ બસ નથી, પરંતુ નૈતિક લગામને પણ સાચવીને ચાલવું જોઈએ, કારણ કે જેમ સત્તા વધારે તેમ જોખમદારી પણ મહેદી જ હેય...જે સમાચાર નિરૂપયોગી હોય, જે સમાચાર શંકાભર્યા હોય, જે અતિશયોક્તિભર્યો હોય, તે ન છાપવા જોઇએ........ખબરપત્રો છાપવા પહેલાં એ કેવા માણસ તરફથી આવે છે તે વિચારવાની કાળજી રાખવી જોઈએ......ખબરપત્રોમાં સાચા સમાચાર સાથે કટાક્ષ કે યુક્તિરહિત ટીકા કરાયેલી હોય તો તે ભાગ દૂર કર્યા વગર પત્ર છાપ ન જોઈએ....સમાચાર પત્રો ઉપરથી અમુક દેશની કે કામની કે ફીરકાની કિમત અંકાય છે, માટે દેશ, કેમ કે ફરકાના વાછત્રરૂપ પત્રકારોએ સમાજની પ્રતિછાને ખ્યાલ રાખીને ઉદાર શિલિથી લખવું જોઈએ. દરેક પત્રકારે પોતાનું કાર્યક્ષેત્ર અને દિશા મુકરર કરવાં જોઈએ અને બનતાં સુધી એને વળગીને જ લખવું જોઈએ; બીજા પત્રની દિશા કે દષ્ટિબિંદુ જુદાં હોય તે તે તરફ તિરસ્કાર ન કરતાં એમનું માન જાળ વીને લખવું જોઇએ; બીજા પત્રકારેના જે વિચારે પિતાના વિચારેને પુષ્ટિ આપતા જણાતા હોય તે અવારનવાર સંક્ષેપમાં ટાંકી બતાવવા જોઈએ, તેમજ પોતાથી જૂદા પણ પ્રમાણિક વિચાર ધાવનારના દષ્ટિબિંદુને પણ માન આપી હે ઉલ્લેખ કરવો જોઈએ