________________
*
જૈન પત્ર અને પત્રકારો.
૬૧૯
તે તે પ્રસિદ્ધ પુરૂષનાં પુસ્તકોમાંથી ચેરી કરીને લેખ છાપે છે અને આવા પ્રસિદ્ધ પુરુષો પણ આ માસિક માટે લેખ લખવામાં માન રહમજે છે એવું બતાવવા માટે હેમનાં નામ લેખ નીચે મૂકવામાં આવ્યાં હોય છે. મહારા જે બે લેખો ચરવામાં આવ્યા છે હેમાંના એક લેખમાં જનહિતેચ્છુમાંથી ઉતારો ” એટલું લખવાની પ્રમાણિકતા પણ હેને પાલવી નથી, એટલું જ નહિ પણ બીજ એક મહારા લેખમાં લેખક તરીકે મહારું નામ નહિ મૂકતાં “ફુટ નેટ'માં “જુના જૈન સમાચાર પરથી કેટલાક સુધારા વધારા સાથે” એમ લખોને વાચકને એવું માનવાને દેરવ્યા છે કે આ માસિકને અધિપતિ જૈનસમાચારના અધિપતિના લેખને પણ સુધારી શકે એટલે મોટા વિદ્વાન છે !–ો કે ખરેખર તે મહા લેખમાં અક્ષર પણ વધારો કે સુધારો કરાયો નથી ! વાંચવાલાયક બીજા લેખોમાં એક લેખ એવી જ રીતે બીજાની ચોરી છે અને એક લેખ એક “સેકન્ડ રેટ” લેખકે લખી મેકલેલે તે છે. આ લેખો બાદ કરતાં વાંચવા જેવું કાંઈ નથી. હા, ચિર પરિચય” નામને અધિપતિએ લખેલ એક લેખ (!) છે ખરો જેમાં આદર્શ પુરૂષ તરીકે ત્રણ સ્થાનકવાશી જૈનોના ટોગ્રાફ અને સંક્ષિપ્ત જીવનચરિત્ર આપ્યાં છે. છબી અને જીવન ચરિત્ર છપાવવા મેકલવાની પ્રકૃતિ સંબંધમાં ઘણું કહેવા જેવું છે, પરંતુ છે તેમ કરવાથી તે અમુક છબીઓવાળા ગૃહસ્થને અંગત ટીકા જેવું લાગે એટલા ખાતર એ વિષયની સામાન્ય ચર્ચા પણ આ સ્થળે મોકુફ રાખીશ. “ ઉતારા” કરવાની બાબતમાં Journalistic privilege કયા સંજોગોમાં સત્તા આપે છે તે હું ઉપર જણa ચૂક્યો છું, પણ એવે પ્રસંગે “ફલાણું પત્રકારની કે ફલાણા લેખકની મહેરબાનીભરી પરવાનગીથી” એવા શબ્દો સાથે લેખક અને પુસ્તક કે પિપરનું નામ જાહેર કરવાની પ્રમાણિકતા દરેક ઉતાર કરનારે જાળવવી જ જોઈએ છે.
કેટલાંક માસિકમાં બેટી દાનત કે સ્વાર્થ વૃત્તિ નથી, “ચેરી'ની આદત પણ નથી, નિંદાની પ્રકૃતિ પણ નથી, ભાષા પણ ઠ,ઉકી વાપરી શકે છે, પરંતુ ત્યાં એક જૂની જ પ્રકારનું દરદ જોવામાં આવે છે. તેઓ અમુક સંકુચિત વિચારોનું જ પિષ્ટપેષણ એક પછી એક અંકમાં વર્ષો સુધી કરતાં હોય છે. તેઓ પ્રગતિ