________________
*
જૈન પત્ર અને પત્રકારો.
૬૧૩
એક માથાને ફરેલ આગીએ પત્રકાર છે એ ભયથી ગમે તે કાર
થી-હેણે તે ખુલાસો છાયો તો ખરો પરંતુ . દોરીનું અડપલું કરી લીધા વગર તો નહિ જ! પત્રકારના પવિત્ર ધધાને આ કેવો દુરૂપયોગ !
એક બીજું દાંત લઈએ. એક કાઠિયાવાડી જૈન ગ્રેજ્યુએટ, કે જે કેટલાંક વર્ષોથી ખુલ્લી રીતે બ્રહ્મસમાજમાં ભળી આખું જીવન તે પંથના સિદ્ધાતો ફેલાવવાના કામમાં અર્પી ચૂક્યા હતા, અને હેમણે હમણું ખ્રિસ્તિ ધર્મ ખુલ્લી રીતે સ્વીકાર્યો છે, હે. મની બાબતમાં કેટલાંક જૈન પત્રોએ પુષ્કળ લવારો કરી મૂકે છે. હવે આપણે કબુલ કરીશું કે, આ પત્રકારને આ યુવાન પ્રત્યે કાંઈ અંગત દ્વેષ નથી, તેમજ હેની તરફથી તેઓ કાંઈ સ્વાર્થી આશા પણ રાખતા હતા. પણ તેથી કાંઈ હેમણે લીધેલું વળણ નિર્દોષ ગણી શકાય નહિ. પ્રથમ તો ઉમર લાયક અને પિતાનું હિતાહિત રહમજતી તમામ વ્યક્તિને પોતાની પસંદગી કરવાનો દરેક હકક છે તે વાત તેઓએ ભૂલવી જોઈતી નહતી. જે આ વ્યક્તિગત હક્કનું હેમને ભાન હોત તો, જનસમાજને એક માણસની પડેલી ખોટ માટે પોતાને ખેદ થવા છતાં, તેઓ વધારેમાં વધારે એટલું જ લખી શકત કે “ફલાણુ વિદ્વાન ગૃહસ્થ ખ્રિસ્તિ ધર્મ સ્વીકાર્યો છે એવા ખબર અમે દુઃખની લાગણી સાથે વાંચ્યા છે. એમના જેવા એક ગ્રેજ્યુએટે એક ધર્મના કરતાં બીજને પસદગી આપવા પહેલાં કમમાં કમ ફલાણાં જૈન તત્વજ્ઞાનને લગતાં પુસ્તકોને અભ્યાસ કરવાની દરકાર કરી હતી તે સંભવ છે કે પસંદગી જૂદી જ થાત. અમે માનીએ છીએ કે હેમને ખ્રિસ્તિ ધર્મ તરફ આક. વણ થવાનું નિમિત્ત કોઈ એ પંથના સમર્થ લેખક કે ઉપદેશક હશે; પરતુ એકાદ પુસ્તક કે એકાદ ઉપદેશકથી અંજાઈ જઈ હમેશન નિર્ણય બાંધી લેવા પહેલાં એમણે થોડો વખત જવા દઈ એ પુસ્તક કે એ ઉપદેશકના પિતાને પસંદ પડેલા અમુક વિચારની બાબતમાં જૈન ધર્મ અને બીજા ધર્મોની ફિલસુફી શું કહે છે તે જાણવાની કાળજી કરી હતી તે, કાં તે તેઓ ખ્રિસિત થવાનું પસંદ કરતા નહિ. અગર તે બેવડી શ્રદ્ધાથી ખ્રિસ્તિ થાત-એમ બંને રીતે હેમને લાભ જ થાત. હજી પણ એ માર્ગ એમને માટે બંધ થઈ ગયો નથી. જેમ એક માણસ જૈન ધર્મમાંથી સ્વતંત્ર બુદ્ધિને આદેશથી