________________
- જૈનહિષ્ણુ (११) प्रमाणिकता अने खरी वस्तुस्थितिनुं मान
लोको क्रहारे मेळवशे?
જેનશાસન પત્ર જણાવે છે કે “સ્થાનકવાસી જૈન મુનિ શ્રી માણેકચંદજી તપસ્વીજીએ હાલમાં કાળજ્ઞાનતત્વચિંતામણી નામનું એક સારૂ પુસ્તક બહાર પાડેલ છે. તે વાંચી જતાં જણાયું છે કે તપસ્વી મહારાજને આ પ્રયાસ ખરેખર ધન્યવાદને પાત્ર છે. શ્રદ ઇન પ્રતિમાજીના સંબંધમાં એમણે સારા ઉલેખ કર્યો છે. .....પોતે સર્વે વાડા સંઘેડાથી ફારગત થયાનું જણાવે છે ......વિશેષમાં ઢુંઢીઆ પંથની ઉત્પત્તિ અને અંદર અંદરના કલહનું સ્પષ્ટીકરણ કરેલ છે”...હું ઇચ્છું છું કે પત્રકારે આવાં લખાણે. લખી મોકલનારનો વિશ્વાસ કરવા પહેલાં સામાન્ય અક્કલનો ઉપગ કર્યો હોત. મૂર્તિપૂજાની ચર્ચા કરવાની આ પ્રસંગમાં મુદલ જરૂર નથી; માત્ર એટલું જ પૂછવાની જરૂર છે કે “શાસનના તામ્બર મૂર્તિપૂજક અધિપતિ હેમના પંથના કોઈ મુનિ મહાવીરની વૃત્તિ સમક્ષ બકરાને હોમ કરવાના ઉપદેશવાળું પુસ્તક છપાવશે તે હેને ધન્યવાદને પાત્ર અને સારું પુસ્તક કહેશે, કે શ્વેતામ્બર જનોએ એ મુનિમાં મુકેલા વિશ્વાસનો ભંગ કર્યો કહેશે ? માણસને પિતાને રૂચ સિદ્ધાંત માનવાને અને હેને વખાણવાને દરેક હક્ક છે, પરંતુ એક માણસ અમુક સિદ્ધાંતના ઉપદેશક અને અમુક ધન્ય ધર્મગુરૂનો ઝભો પહેરી તેથી તદન વિરૂદ્ધને ઉપદેશ ફેલાવે એ શું પ્રમાણિક છે? અને જેનામાં એટલી પ્રમાણિકતા પણ નથી તે માણસ ધર્મના આ કે પેલા સિદ્ધાન્તોની પરીક્ષા કરવાની લાયકાત કેવી રીતે ધરાવી શકે? એવા માણસના મુખેથી નીકળતા “મૂર્તિ પૂજા સારી છે, એ બોલની જેમ કાંઈ કિંમત નથી તેમ “ મૂર્તિપૂજા બન જરૂરી છે” એ બેલ પણ અર્થ વગરના જ છે. ઇંગ્લંડનો પગાર ખાનાર અમલદાર જર્મનીનો દૂત બને એના જેટલી જ અધમતા, મુખે મુહપતિ અને હાથમાં આદ્યા કાયમ રાખી મૂર્તિપૂજાની હિમાયત કરનારમાં હોય એને જે મૂર્તિપૂજા ઈષ્ટ લાગતી હોય તે ખુલ્લી રીતે સ્થાનકવાલી સંપ્રદાય છોડી કવેતામ્બર મૂર્તિપૂજક કે દિગમ્બર પંથ = સ્વીકારી લે એ જ પ્રમાણિકતા છે. “હું સર્વ વાડા સંઘેડાથી ફારગત થયો છું એમ કહેવું અને અમુક એક જ વાડાએ માનેલાં ચિન્હો ધારણ કરી રાખવાં એના જેવો વિશ્વાસઘાત દુનિયામાં બીજો ક હેઈ શકે? અને અફસોસની વાત છે કે શ્વેતામ્બર ભાઈઓ-ખુદ કેળવાયેલા