________________
કલકત્તા કૅન્ફરન્સ ઉપર ઉડતી નેધ.
૪૯૭
બાલિકાને પિતાના ખર્ચ જરૂર ભણાવ જ; કારણકે એ વ્રતમાં ભારે વ્રત સમાઈ જાય છે અને તેમાં જ હમારો ઉદય છે. હમારું દળ કમ:હોવાથી સંગઠન થવું સહેલું છે. હમે પ્રત્યેક ગામવાર લીસ્ટ કરી હમારાં બાળક-બાળકીઓ કહે છે, શું ભણે છે વગેરેની નોંધ કરો અને જે ન ભણતાં હોય હેને ભણાવવાની જોગવાઈ કરી આપો, ભણતાં હોય પણ સાધનનો ખામી હોય તેને જરૂર પુરતાં સાધન આપો. જેમને પુત્ર-પુત્રી નથી તેઓ તે મેળવવા ફાંફાં મારે છે, પરંતુ પૃથ્વિની સંપત્તિથી કે ચક્રવર્તાની સરાથી પણ તે ચીજ મળી શકે તેમ નથી, કેમકે તે તે ઇશ્વરી નિયમને આધીન છે. મતલબ કે સંતતીનું મૂલ્ય અમાપ છે. દુનિ થાના તમામ વિજ્ઞાની, દાકતરે અને પ્રોફેસરો મળીને પણ હજી એક જીવ ઉત્પન્ન કરી શકયા નથી; આવી અણમેલ ચીજ અથત બાળકે રૂપી ધન હમારી કેમમાં હેય હેના તરફ બેદરકારી ન રાખતાં તે સર્વેને કેળવવાનું વ્રત ૯હમે હમારા પિતાના બાળક ઉપર જે પ્રેમ બતાવો છો તે તે સ્વાર્થ પ્રેમ છે (કારણકે • તે હમને રળીને ખવરાવશે એવી મને આશા હોય છે ), પરતુ હમારી કેમનાં બાળકોને ભણાવવામાં હમારાં નાણુને ભોગ આપશે તે તે સાચે-નિ:સ્વાર્થ પ્રેમ છે અને તેથી હમારી આધ્યાત્મિક ઉન્નતિ જરૂર થશે. ફરી કહું છું કે જે હમ અકેક જૈન અકેક બાળકને કેળવવાનું વ્રત લેશે તો થોડાં વર્ષોમાં એક પણ જૈન અભણ રહેવા પામશે નહિ. "*
માલવિયાજીના આ શબ્દો કલકત્તામાં બેલાયા તે પહેલાં આઠમાસ અગાઉ મુંબઈ અને અમદાવાદ ખાતે “સંયુકત જૈન વિદ્યાર્થિ. ગૃહ” ના રૂપમાં એ ભાવના સ્થલ રૂપે જન્મ પામી ચૂકી છે, જેનું ધારણ એ જ છે કે પંથભેદને દૂર રાખીને, દરેક સશકત જેને અકેક જૈન વિદ્યાર્થીને કેળવવા જેટલી ઑલરશીપ આપવી. આ સંસ્થા કોઈ એક વ્યક્તિ ઉપર મહેટા દાનનો બોજ નાખતી નથી; મહિને ૫૦, ૪૦, ૩૦, ૧૦ કેપ રૂપિયા આઠ વર્ષ સુધી આપવાનાં વચન મેળવવામાં સંતોષ માને છે. પરંતુ આઠ આઠ મહીનાની અસીમ મહેનત છતાં–૧૩ લાખની જન સંખ્યામાંથી–૨૫ વિદ્યાર્થીના નિભાવ જેટલાં પણ વચન હજી મળી શકયાં નથી. જૈન શ્રીમંત ! બાપુ બકેક સ્કોલરશીપ જેટલું નજીવું દાન તો કરો; “ટીપે ટીપે સરોવર ભરાય છે. ”