________________
સમયના પ્રવાહમાં.
૪૮૫
ચાડવા પણ તેટલા જ તૈયાર થશે. જન સમાજના હિત તરફ નજર રાખીને વર્તશે તે દુનિયા હમને માન આપે કે ન આપે તે પણ
હમારૂં હદય તે ગુપ્ત આનંદ અનુભવશે જ અને હમારું ભવિષ્ય પણ પ્રકાશિત જ બનશે. રસ્તો સીધો અને સહેલો છે. હમણું તો હમે જીતી ગયા છો, વિજેતા બની ચૂક્યા છે. વિજતા તરીકે આગળ આવીને કહેવું કે “ અમે જીત્યા છીએ તે માત્ર હમારા દુરાગ્રહને તેડવા માટે જ, પણ સરકારની નજરમાં જીતવા કરતાં દેવની નજરમાં જીતવું અમો વધારે પસંદ કરીએ છીએ, માટે આવો, બંધુઓ, આ અને આ પહાડની બાબતમાં હમને જે હકકો જોઈએ તે ખુશીથી લ્યો. હમે અમારા ભાઈઓ છે; સ્વામીભાઈની ઇચ્છા તૃપ્ત કરવા ખાતર અમો અમારા ગમે તેવા લાભ જતા કરવાને પણ તૈયાર છીએ.” અને ખાત્રી રાખજો કે આ ભલમનસાઇનો દુરૂપયોગ નહિ જ થવા પામે પણ ઉલટો બેવડા લાભ થશે. આટલેથી જ આ ચર્ચા પર હું પડદો નાખીશ.
પ્રમુખ મહાશયના ભાષણનું અવલોકન અહીં લગભગ પુરું થાય છે. હા, હેમણે “હિંદુ યુનિવર્સીટી બાબત તથા પંડિત અજુન લાલજી બાબત પિતાના છાપેલા ભાષણમાં ઉલ્લેખ કર્યા હતા ખરા; પણ તે બાબતમાં અત્રે તે એટલું જ નધિવા જેવું જણાય છે કે, હિંદુ યુનિવર્સીટીમાં જૈન સાહિત્યની સગવડ કરવા માટે હેમણે પિતે ૧૫૦૦૦ ની મહેટી રકમ આપી હતી અને રૂ. ૫૦૦ જેવી તુચ્છ રકમ મહારી તરફની રવીકારવાની અરજ-હું સ્થાનકવાશી હોવા છતાં–મંજુર રાખવાની ઉદાર દષ્ટિ બતાવી હતી અને એકંદરે લાખેક રૂપિયા એ ઉત્તમોત્તમ કામ માટે ત્યહાં જ ભરાયા હતા. અગાઉની કઈ પણ કૅન્ફરન્સમાં આવું સારું ફંડ થયું નહતું. આ ઉપરાંત કલકત્તા ખાતે એક ધર્મશાળા, ઉપાશ્રય, લાઈબ્રેરી વગેરેની ગરજ સારે એવું મકાન બાંધવામાં પણ પ્રમુખશ્રીએ રૂ. ૨૫૦૦૦ ની રકમ તે પ્રસંગે જાહેર કરી હતી, જેમાં બીજા કચ્છી પ્રતિનિધિઓએ મહેટો ઉમેરો કર્યો હતો અને સ્થાનિક જનની રકમ ઉમેરાતાં લગભગ લાખેક રૂપિયા થવાનું સંભળાતું હતું. ઉપરાંત બીજાં પણ '
+ અનલાલજી બાબતમાં એક પેરેગ્રાફ પ્રમુખના ભાષણમાં છપાઈ ગયેલો હતે; મુંબઇનાં જાહેર પેપરમાં પ્રમુખનું ભાષણ છપાયું હેમાં પણું તે પેરેગ્રાફ વાંચવામાં આવ્યો હતા; પરન્તુ કલકત્તા પહોંચ્યા પછી કેટલાકની હઠથી એ પેરા રદ કરાવી ભાષણ ફરીથી રાહેરાત છપાવવાની ફરજ પડી હતી.