________________
સમયના પ્રવાહમાં.
આવ્યું છે ! કોઈ પણ સામાન્ય અકલવાળો માણસ પૂછી શકશે કે, આ કઈ જાતની પ્રગતિ (progress)? કઈ જાતની સેવા કે કંન્ફરન્સો પાછળ લાખો રૂપિયાના ખર્ચ અને વખત અને શક્તિનો ભોગ આપ્યાનું આ કઈ જાતનું પરિણામ? હારે શું આપણે અંધારામાં તો કુચ કરતા નથી ?
હા, એમ જ છે. આપણે ઉન્નતિના નામે અવનતિમાં ય કરીએ છીએ, પરંતુ કહેવાતી હીલચાલેના નાયકે એ વાત ખુલ્લી કરાયેલી જોવા ખુશી નથી; કારણ કે એથી એમની નામોશી છે. ખરી વાત એ છે કે, જે વર્ષો સુધી અમારા હાલના આગેવાનોની સલાહ મુજબ ધાંધલ અને ખર્ચ કરવાને પરિણામે અમારી સ્થિતિ સુધરવાને બદલે ઉલટી વધારે ને વધારે બગડતી ગઈ છે એમ જાહેર થઈ જાય તો લોકોની હેમના ઉપરની શ્રદ્ધા ટુટી જાય અને વગર મહેનતે, વગર ખર્ચ અને નહિ જેવી લાયકાતથી મળતી આગેવાની (અને આગેવાનીમથી ઉદ્દભવતા બીજા પરોક્ષ અંગત લાભો ) બંધ થઈ જાય, એટલા જ માટે સઘળા ફીરકાની કૅન્ફરન્સના સત્તાધારીઓ હમેશ કેન્ફરન્સના દોષ બતાવનારાઓ હામે ઘુરકી કરતા આવ્યા છે. પરંતુ, જૈન કૅન્ફરન્સના ઇતિહાસમાં પહેલી જ વખત કલકત્તા કૅન્ફરન્સના પ્રમુખ મહાશયે જન કામની ઘટતી જતી સંખ્યાનું અને કૅન્ફરન્સની દયાજનક સ્થિતિનું ખરું ચિત્ર આંકડાઓ સાથે રજુ કર્યું હતું કે જેના હામે અવાજ ઉઠાવવાનું સાહસ ભાગ્યે જ કોઈ બુદ્ધિમાન મનુષ્ય ખેડી શકે. આ આંકડાઓ સાથે પ્રમુખે કહ્યું હતું કે “આથી સહમજાશે કે આપણે ઘણું જ ભયંકર અને ખાસ સંજોગો વચ્ચે પસાર થઈએ છીએ, અને પારસી, શિખ કે હિન્દુ કોમ પણ જાગવામાં અને - સુધારા કરવામાં પ્રમાદ કરશે તો હેમને એટલો ભય નથી કે જેટલો આપણને છે. માટે આપણે આ વધતા જતા વિનાશનું મૂળ કારણ નિષ્પક્ષપાત અને નિડર રીતે શોધવું જોઈએ છે.” તદ્દન સાચી વાત છે; ૧૮૧૭ની સાલ સુધી જે ઘટતી સંખ્યાનું ભાન લકાને થવા ન દેવાની આપણે કાળજી (!) રાખી હતી તે ઘટતી સંખ્યાનું ભાન જ કરાવીને બેસી ન રહેતાં આપણે હેનાં સળ કારણે શોધવા અને જાહેર કરવાં જોઈએ છે, અને ધ્યાનમાં રહે કે-મૂળ કારણ શોધવામાં નિષ્પક્ષપાતપણું નામનું તત્વ જેટલું જરૂરનું છે તેટલું જ તે તવ વડે ધાયલાં મૂળ કારણે જાહેર