SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનહિતછુ. ગરનો છે, અને તે હવે જેટલું નુકશાન નથી કરતે તેટલું ૫. પ્લીકને કરે છે. આથી હું એમ નથી કહેવા માગતો કે હું ભૂલ નથી જ કરતો કે ન જ કરું. માણસમાત્ર ભૂલને પાત્ર છે. સંપૂર્ણતા કોઈ ખૂણે નથી. હું માત્ર એટલે જ દાવો કરી શકે અને કરું છું કે, મારે આશય ભ્રષ્ટ કે સ્વાર્થી નથી અને બુદ્ધિવિષયક ભૂલ ન કરી બેસું એ માટે પણ હું મહારા અનુભવ, વાચન અને વખતે બીજાની સલાહ સુદ્ધાને પુરતે ઉપયોગ કરવાની કાળજી રાખું છું. હમણાંના અકેક અંકના લખાણ માટે ઓછામાં ઓછા એક મહિને એકાંતવાસ સેવું છું, બહારની અસરથી બચવા એટલે ચેતતા રહે છું. બની શકે તેટલી માહેતી મેળવું છું, સમર્થ વિચારકેનાં પુસ્તકેની સહાય લઉં છું, અને લખાયેલું “મેંટર' પ્રેસમાં મેકલ્યા પહેલાં અથતિ બેથી ત્રણવાર વાંચી જાઉં છું, એટલું જ નહિ પણ ત્રણવાર પ્રફ હારી જાતે જ તપાસત હોવાથી તે વખતે પણ કોઈ વિચાર કે મત સંબંધી ભૂલ સુધારવાની તક મહને મળે છે. આથી વિશેષ પ્રમાણિકતાની આશા એક લેખક પાસેથી ભાગ્યે જ રાખી શકાય. પ્રહાર કે પ્રશંસાના પાત્ર તરીકે હું કોઈ દિવસ તુચ્છ બાબત કે તુચ્છ પાત્રને પકડયું નથી. ન્યૂસપેપર ઉપર પ્રહાર કર. વામાં કેટલું જોખમ છે, તેઓ કેવા હંસીલા હોય છે, કેટલી કેટલી રીતે તેઓ વૈર ખાનગી તેમજ જાહેર કામમાં લઈ શકે તેમ છે, એ જાણવા છતાં અને ન્યૂસપેપરવાળાઓને પ્રસન્ન રાખવાની કળા સારી રીતે જાણવા છતાં મહે કે દિવસ હેમનાપર પ્રહાર કરવાની તાક ગુમાવી નથી. શ્રીમંત પ્રમુખના ભાષણ પર મહેં કદાપિ પ્ર. હાર કર્યો નથી, પરંતુ કેળવાયેલા પ્રમુખોના ભાષણ પર તો ઘણએ ચૂંથણું ચુધ્યાં છે. સામાન્ય સાધુઓના હાના હેટા દોષ વખતે મહું કલમને ઉપયોગ કર્યો નથી, પરંતુ તપસ્વી માણેકચંદજી, ૫ડિત જવાહરલાલજી, આચાર્ય નેમવિજયજી, યોગનિઝ બુદ્ધિસાગરજી જેવા નાના મહેટા ભાગના હદય ઉપર કાબુ ધરાવતા જબરજસ્ત સાધુઓની છેડછાડ અવશ્ય કરી છે. રા. દયારામ ગીમલ પર. હારે આખી ગુજરાત નિર્દય બકબકાટ કરવા લાગી પડી હતી ત્યારે જહેનું મહે પણ હું કદાપિ નહિ જોયું હતું તેવા તે અ
SR No.537770
Book TitleJain Hitechhu 1918 05
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherVadilal Motilal Shah
Publication Year1918
Total Pages306
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy