________________
સંયુક્ત જૈન વિદ્યાર્થી ગૃહ
૩૩૫ હાથ ઉપર, સેંકડો યુવાન વિદ્યાર્થીઓને એવી રીતે સડવા દેવા એ આપણું દેશ તેમજ સમાજને માટે નુકસાનકારક છે, એ પણ આ. પણે સ્વીકારવું જ જોઈએ. તેમજ આ પરિણામ આપણું જ અનિષ્ટ સંસ્કાર અને આપણું જ બેદરકારીનું છે એ પણ આપણે ખુલ્લા દીલથી કબુલ કરવું જોઈએ. આ સંજોગોમાં કોઈ રસ્તો ખુલ્લો હોય તો તે એ જ છે કે, દેશપ્રેમ અને સમાજપ્રેમની આગ ખરેખર જેનામાં હોય એવા માણસોના હાથ તળે “વિદ્યાર્થી ગૃહ” મૂકી વિદ્યાર્થીઓને નૂતન સંસ્કાર આપી ઉપયોગી શહેરી બનાવવાની શીશ કરવી.
ઉપર જણાવ્યું તેવા હારા આશયે હેઈ, મુંબઈ તેમજ અમદાવાદ બન્ને સ્થળનાં “ગ્રહો” માં વારાફરતી મહારે પિતે હાજરી આપવી પડે છે અને ન્હાનામાં નાની બાબત પર કલાકો સુધી ભાંજગડ કરવી પડે છે. આ વિષય ઉપર, આ લેખમાં આગળ જતાં હું વિશેષ બલવાનો છું તેથી અત્રે આટલેથી અટકીશ. .
આ પ્રમાણે બે દૂર દૂર આવેલી સંસ્થાઓની આંતવ્યવસ્થા ( અને હેને અંગે કેટલીક વાર ઉપજતી નાસીપાસીએ, કષ્ટો અને ઉપાધિઓ) એ એક જ કાંઈહને થકવવા માટે પુરતું તત્ત્વ નહતું. અમદાવાદની મ્યુનીસીપાલીટીના એક તાબાના અમલદારે મકાન બાંધવામાં એટલી એટલી અડચણ નાખી કે બે વરસે પણ હું ઘર બાંધી શકું નહિ. પિતાના ઉપરીઓને પણ એ તાબાને માણસ ખીસ્સામાં નાખી ફરતો ! છેવટે એક દેશીએ આપેલા ગેરઈન્સાફ હામે એકવિદેશી-ગોરા પાસે દાદ લેવા હાજર થવું પડયું અને મને આ કબુલત લખતાં શરમ આવે છે કે સ્વરાજ્ય (મ્યુનીસીપાલીટી ) ના દેશી હદેદારની સતાવણમાંથી સ્વરાજ્યના વિરેાધી ગારા વર્ગમાંના એકે હને મુક્ત કર્યો. ખરેખર હિંદુસ્તાન જ્યહારથી પરતંત્ર-દબાયલસત્વહીન દેશ બન્યો છે ત્યહારથી એની સજજનાઈ-ગંભીરતા-કર્તવ્યપરાયણતા દબાઈ ગઈ છે. જેટલાઓના હાથમાં થોડી પણ સત્તા આવે છે (પછી તે સરકાર તરફની હે, લોકગણુ તરફની હા, યા ધર્મ નિમિત્તની હે) તેઓને સત્તાનું અજીર્ણ (પ્રાયઃ) થાય છે જ.. મ્યુનીસીપાલીટીએ શહેરમાં કેળવણી પતે ફેલાવવી જોઈએ, હેને બદલે બીજાઓ હારે કેળવણીના ફેલાવાનું કામ ઉપાડે હારે હેને જોઈતી ખાસ સગવડ કરી આપવાને બદલે ઉલટી ગેરકાયદે