________________
* જનહિતછુ.
- મડગામાં વિદ્યાર્થી કે કાર્યવાહકોની ભૂલ કે દોષ થાય તે તે
જાહેરમાં મૂકતાં ઉપરીઓ શરમાય છે અને બીજાઓ તે જાહેરમાં મૂકે તે તેની ઉપર ખીજાય છે, હારે હું એમ માનું છું કે ભૂલ કે દોષ પોતાની મેળે જાહેરમાં મૂકવા જોઈએ અને એ દોષોના ઈલાજ સંબંધમાં ઘણું મગજેને વિચાર કરવાની તક આપવી જોઈએ. કઈ બોડીગ દોષથી મુક્ત નથી–હોઈ શકે જ નહિ. આજના વિદ્યાથઓને ઘરના જે સંસ્કાર પડ્યા હોય છે અને બીજા આસપાસનાઓના જે સંસ્કાર પડયા હોય છે તે કાંઈ આપણું જાણવા બહાર નથી. તેઓ જે છે તે છે; અને હેમને એવા જાણીને જ આપણે બોડીગમાં લેવાના છે અને જૂના સંસ્કાર કાઢી નવા સંસ્કાર બેસાડવા બનતું કરવાનું છે. એમાં જેટલે અંશે વિજય મેળવીએ તેટલે અંશે બોડીંગની સફલતા કહી શકાય.
ખાઈપીને કોલેજમાં જવું, એમાં વળી દેખરેખની શી હેટી જરૂર છે ?” એમ કેટલાક ધારતા હશે. ખરું છે; હોટી ઉમરના વિદ્યાથીઓને કાંઈ ધવરાવતા પડતા નથી કે “હાલા” ગાવા પડતા નથી પરતુ, હું ઉપર કહી ગયે તેમ, આજે આપણું “ઘર” બગડી ગયાં છે; આપણે પિતે સ્વાર્થી અને પેટભરા થઈ ગયા છીએ; કેમ કે દેશ મરે પણ મહારૂં જ મહારે જાળવવું એ ખ્યાલ આપણામાં ઘર કરી બેઠે છે; અને એવા સંસ્કાર આપણું બચ્ચાંએને જન્મથી મળતા હેઈ તથા પછી પણ આપણું કહેવાતા જાહેર પુરૂષ-શેઠીઆઓ-શિક્ષક–વક્તાઓ-ધર્મગુરૂઓ-સતાધીશે ઈત્યાદિના અનુદાર વિચારવાતાવરણની અસર હેમને લાગતી રહેતી હેવાથી, જ્યારે તેઓ બોર્ડીંગ હાઉસમાં રહેવા આવે છે ત્યારે હેમની દૃષ્ટિ પ્રાયઃ પિતાની જ સગવડ અને પિતાના જ આરામ તરફ (સ્વભાવતઃ) હોય છે. તેઓ કોઈની આજ્ઞામાં રહેવામાં અપમાન સહમજે છે, અને બીજાઓનું અપમાન કરવામાં ગૌરવ માને છે! ઘરમાં ગમે તેવું ખાવાનું મળતું હોય અને બોર્ડીંગમાં દશગણું સારું ખાણું મળતું હોય તો પણ એથીએ સારૂ મેળવવાની તષામાં બળ્યા કરે છે. પાણીને લોટ પણ હેમને પિતા માટે બીજે કઈ ભરી આપે તે સારું એમ ઈચ્છતા હોય છે. આ બધું અને એવું બીજું ઘણું જે કાંઈ જવામાં આવે છે તે આપણે કબુલ કરવું જ જોઈએ અને પાવવાના ફાંફાં મારવાં ન જોઈએ. બીજા