________________
જેને ધારાસભામાં જોઈતી ખાસ બેઠક.
૨૯
જે મંડલમાં માત્ર ૧૫–૧૭ મેમ્બરે જ છે હેનાથી પણ આખા' હિંદના જૈનના નામે હિંદી વજીર પાસે માગણી થઈ શકે કે (૫) એકી વખતે અને હિંદના સમસ્ત જેનેના નામથી બે જૈન સંસ્થાઓ હિંદી વજીરને જુદાં જુદાં માનપત્ર આપી તે દ્વારા જાદી જૂદી જાતની માંગણીઓ જેને કામ માટે કરે તે શું સરકાર આગળ જૈન સમાજનો ભવાડો કરવા બરાબર નહિ થઈ પડે કે (૬) જૈનોના એવા કયા સવાલ છે કે જે, ધારાસભામાં જે જે. નેએ ખાસ મોકલેલો પ્રતિનિધિ ન હોય તો, માર્યા જાય અને
જેનેને ગેરઇનસાફ કે અન્યાય જ મળવા પામે ? (0) શું હિંદના - દેશનાયકોના શુભાશયમાં પણ જૈનેને વિશ્વાસ નથી જ કે? (૮) કોગ્રેસ અને મોસ્લીમ લીગે તૈયાર કરેલી “રીમે સ્કીમ” અથવા રાજકીય સુધારાની યોજનામાં “Important minorities” (અગત્યની હાની કેમો) ના ખાસ પ્રતિનિધિત્વ માટે જે અવકાશ રાખ્યો છે અને જે અવકાશને પિતાનું ઓજાર બનાવી જેનોને મુઠ્ઠીભર હિસે એમ દલીલ કરે છે કે જૂદા હક્ક માગવાથી અમે કોંગ્રેસની જનતાને નુકસાન કરતા નથી, તે અવકાશને ખરે અર્થ શું છે અને તે અવકાશ હિંદુ શ્રેમના પેટા ભાગે માટે છે કે હિંદ સ્વરાજ્ય મળવાથી જે એ ઇડિયન વગેરેને નુકસાન થવાને ભય છે હેમને માટે છે? આ બધા અને બીજા ઘણા સવાલોની બારીક તપાસ થવી જરૂરની છે. આ અંક છપાઈ રહ્યા બાદ, તા. ૮ મી નવેમ્બરની રાત્રીએ “જૈન એસોસી
એશન ઓફ ઇન્ડિયાના હાલમાં ત્રણે ફીરકાના પચાસેક જેની - એક મીટીંગ થઈ હતી, જેમાં આ લખનારે રાષ્ટ્રિય દષ્ટિ બિંદુને
આગળ ધરીને કોમી સ્વાર્થની ઘેલછા કે જે કોમને તેમજ દેશનેબન્નેને-પરિણામે નુકશાનકારક થઈ પડવાની છે તે છેડવા આગ્રહ કર્યો હતો અને ગરમાગરમ ચર્ચા બાદ કાંઈ પણ નિર્ણય પર આવ્યા સિવાય રાત્રીના એક વાગે સભા બીજા દિવસ માટે મુલ્લવી રાખવામાં આવી હતી. આ લેખ તા. ૧૦ મીની સવારે લખવામાં આવ્યો છે. ૧૦ મીની મીટીંગમાં થતા નિર્ણયના સમાચાર મુંબઈનાં દૈનિક પત્રોમાં પ્રકટ થશે. અને આ પત્રના આવતા અંકમાં આ મીટીંગને રિપોર્ટ અને આ વિષય ઉપરના આ લખનારના વિચારો વિસ્તારથી આપવામાં આવશે. દરમ્યાનમાં સ્થળ અને સમયના