SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રણ જાણવા જોગ અભિપ્રાયો.. - ૩૮૧ કહી, અને તે છતાં આ લોકો જુદું ફંડ ઉઘરાવવા અને શેઠીઆઓને સાથે લઈ ઘેરઘેર જઈ દબાણ કરવા તથા તે સાથે મી. વાડીલાલ માટે બેટી અફવાઓ ફેલાવવા ચૂકતા નથી, એ હકીકતો તેમના આશયની ખરી કિંમત આંકવા માટે પુરતી છે. આવા બનાવે અમારા સ્થાનકવાસી ભાઈઓ તરફથીજ થાય છે ત્યારે અમારે નીચું જવું પડે છે અને અમારાથી બોલાઈ જાય છે કે, “પ્રભુ, અમને અમારા મિત્રોથી બચાવો !” છેવટમાં અમે તમામ જૈન ભાઈઓને આગ્રહ પૂર્વક ભલામણ કરીશું કે “સંયુક્ત જૈન વિદ્યાથી ગૃહ ” એ તમારું પોતાનું ઘર છે, તેને માટે અભિમાન ધરાવે, તેને મદદ કરી મજબુત બનાવો અને તે દ્વારા જૈન સમાજની કીતિ ફેલા. એ સંસ્થાને ચાલુ ખર્ચના અંગે તો બહારની મદદ જોઈતી નથી. તે ખર્ચ કે જે વર્ષે લગભગ રૂ. ૫૦૦૦) થવા જાય છે તે તે મી. વાડીલાલ પિતે જોડે છે, મકાન પાછળ રૂ. ૪૨૦૦ અને ફરનીચર પુસ્તકે વગેરે પાછળ રૂ. ૧૦૦૦૦ પણ તેમણે પદરનાજ ખર્ચા છે. સંસ્થાને જરૂર માત્ર, વિદ્યાર્થીઓને પિતાને આપવાની સ્કોલરશીપની જ છે, કે જે ખાતે પણ મી. વાડીલાલે રૂ. ૫૦૦૦ આપ્યા છે. સ્કોલરશીપ ખાતે મહીને રૂ. ૧૦૦૦ની જરૂર છે, જે પૈકી આઠ વર્ષ સુધી મહીને રૂ. ૪૦૦) મળ્યા પેટલાં વચન મી. વાડીલાલે જાત મહેનતથી મેળવ્યાં છે અને મહીને રૂ. ૬૦ ) ની હવે જરૂર રહે છે. મહીને ૪૦, ૩૦, ૨૫, ૨૦ કે ૫ આઠ વર્ષ સુધી આપનાર ૨૫-૫૦ ગૃહસ્થો મળી આવે તો પણ સંસ્થા સ્થાયી બની જાય એવી મી. વાડીલાલની સુંદર ભેજના છે. અમે આશા રાખીએ છીએ કે પિતપિતાની શક્તિ મુજબ મહીને ૫-૨૫ કે ૫૦ ની સ્કોલરશીપ આઠ વર્ષ સુધી વિધાર્થીગૃહ ના વિધાર્થીને આપવા જેટલી ઉદારતા જૈન ભાઈઓ જરૂર દાખવશે. હાલમાં ૮૦ વિધાર્થી છે અને પુરતો સ્કોલરશીપ બહારથી મળેથી વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધારી શકાશે. એકમુષ્ટિ નાની મોટી રકમ આપવા કોઈને ઈચ્છા હશે તો તે પણ “જેન હિતેચ્છુ સ્કોલરશીપ ફંડ” માં સ્વીકારવામાં આવે છે અને તે બધી રકમ માત્ર સ્કોલરશીપમાં જ વપરાય એ ઠરાવ કરેલો છે.
SR No.537769
Book TitleJain Hitechhu 1917 10
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherShakrabhai Motilal Shah
Publication Year1917
Total Pages74
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy