SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ त्रण जाणवा जोग अभिप्रायो (૧) જૈન શ્વેતામ્બર મર્તિ પૂજક કોન્ફરન્સના મુખપત્ર “હેરલ્ડના વિધાન સમ્પાદક શ્રીયુત મોહનલાલ દલીચંદ દેસાઈ B. A. L. L. B. પિતાને અભિપ્રાય નીચે મુજબ આપે છે – “ એક વિદ્વાન મહારાજાએ જન સમાજને આપેલી કિમતી સલાહ–તા. ૨૪ મી જુનનો દિવસ જેન કેમના ઈતિહાસમાં કોમની પ્રગતિના શુભ ચિહ તરીકે નોંધાઈ રહેશે. તે દિવસે એક જૈનેતર મહારાજા, ઝાલરાપાટન (રાજપૂતાના )ના રાજરાણું સર ભવાનીસિંહ બહાદૂર કે. સી. એસ. આઈ. કે જેઓ શિયલ અસીઆટીક સોસાઇટી અને યુરોપની અનેક સાયન્સને લગતી રોયલ સોસાઈટીના સભાસદ છે તેમજ હિંદી અને અંગ્રેજી પુસ્તકના કર્તા છે, તેઓએ મુંબઈ ખાતે તમામ જૈન ફીરકાઓના ઉચી કેળવણી લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે મી. વાડીલાલ મોતીલાલ શાહે સ્થાપેલા “ સંયુક્ત જૈન વિદ્યાર્થી ગૃહ”ને ખુલ્લુ મૂકવાની ક્રિયા કરતી વખતે જેન અને અજેન ગૃહસ્થોની મોટી સંખ્યા વચ્ચે કહ્યું હતું કે, જેનસમાજની ભાવી ઉન્નતિનું આ શુભ ચિન્હ છે; કારણ કે ( ૧ ) ત્રણે ફીરકાના વિદ્યાર્થીઓને એકઠા રાખવાની આ ચાજનાથી જેને ફીરકાઓ વચ્ચે હમેશ ચાલ્યું આવતું વૈમનસ્ય દૂર થઈ કુટુમ્બ ભાવના ઉત્પન્ન થશે અને તેથી પ-૭ વર્ષ પછી તે વિદ્યાર્થીઓ “શહેરી” તરીકે બહાર પડશે ત્યારે ત્રણે સામાં એકતા ઉત્પન્ન કર્યા વગર નહિ જ રહી શકે; (૨) એ વિદ્યાર્થીઓને “દાન” કે ભીખ આપવાને બદલે એક કેળવાયલા યુવાન તરફથી માત્ર “લોન” તરીકે રકમ ધીરીને અભ્યાસમાં આગળ વધારવામાં આવતા હોવાથી તેઓને આજ સુધી શ્રીમંતોના દયાપાત્ર ભિક્ષુક તરીકેની સ્વમાનરહિત સ્થિતિમાં રહેવું પડતું હતું તેને બદલે હવે પોતામાં સ્વમાનની વૃત્તિ ખીલવવાની તક મળશે અને કેળવણીના પ્રચાર તરફ તેઓ વધારે ધ્યાન આપતા બનશે; (૩) એક સાધારણ સ્થિતિને પણ કેળવાયો યુવાન વિધાર્થીવર્ગની સેવા
SR No.537769
Book TitleJain Hitechhu 1917 10
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherShakrabhai Motilal Shah
Publication Year1917
Total Pages74
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy