________________
“संयुक्त जैन विद्यार्थीगृह” विषे काई काई.
-
- -
-
-
- -
તા. ૭ મી એપ્રીલે સ્થાનકવાસી જૈન કૅન્ફરન્સની મેનેજીંગ કમીટી અમદાવાદમાં મળી અને એ ફીરકાની એકની એક મુંબઈ ખાતેની બોડીંગ, ફંડ પૂરું થવાથી, બંધ કરવાનું કર્યું, તે જ ક્ષણે મુંબઇ તેમજ અમદાવાદ ખાતે “ સંયુક્ત જૈન વિદ્યાર્થી કહ” ખોલવાનો વિચાર મહને કુર્યો, અને બીજે જ દિવસે એ વિચાર અમલમાં મુકાયા. તે વખતે કોલેજોમાં રજા હતી અને દોઢ માસમાં કૉલેજે ફરી ખુલવાની હતી. તે દોઢ માસના અરસામાં ચાર મજલીનું નવું મકાન અમદાવાદ ખાતે તૈયાર કરવાd, બન્ને સંસ્થાઓ માટે ગાદલાં, પલંગ ફરનીચર, વાસણ, બત્તીઓ વગેરે ખરીદી કે બનાવી લેવાનું, સ્ટાફનાં માણસો મેળવી લેવાનું, ધારાધોરણ અને કમીટીઓ બનાવવાનું, વિદ્યાર્થીઓની અરજીઓ મંગાવીને હેમને જવાબ આપવાનુંઃ ઈત્યાદિ કામો પૂરાં કરવાનાં હતાં. કોલેજ ખુલવા સાથે જ વિદ્યાર્થીઓની પુરતી સંખ્યા અને વિદ્યાર્થી ગૃહ” માં ભરાઈ ગઈ અને કામ શરૂ થયું. અને તા. ૨૪ મી જુનના શુભ દિવસે મુંબઈ ખાતેના “ગૃહ” ની ઉદ્દઘાટન ક્રિયા (opening ૭eremony ) સપૂર્ણ ઉત્સાહથી અને પૂર ભભકાથી કરવામાં આવી, જેના પ્રમુખપદે ઝાલરાપાટનના વિદ્વાન મહારાજ સર ભવાનીસિંહજી બહાદુરી કે. સી. એસ. આઈ., એમ. આર. એ. એસ. (ઈત્યાદિ ) ને મેળવવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું હતું, અને હેમણે પહેલા શુકનમાં–કેઈ પણ જાતની માગણી તો શું પણ સૂચના માત્ર પણ નહિ થવા છતાં––“ગૃહ” ને રૂ. ૧૦૦૦૦) જેવી નાદર રકમનું દાન જાહેર કર્યું હતું.
શરૂઆતની મુશ્કેલીઓમકાન બાંધવામાં સુમારે ૧૦૦ માણસ રાત્રી દિવસ કામે લગાડયા અને હારી સાથે મહારું આખું કુટુંબ તેઓ પાસેથી ઝડપથી કામ લેવામાં ઉભે પગે રહેતું; મજુર વગેરેને મહારા ન્હાના ભાઈઓ અને પુત્ર બપોરે અને મધ્યરાત્રીએ જાતે રહા બનાવીને