________________
૫૮
નહિતેચ્છુ
** ઉપરના કેળવાયેલા ગૃહસ્થોમાં જોવામાં આવેલા સેવાભાવ માટે એક જેન તરીકે હું ગર્વ લઉં છું અને એ સેવાભાવ દરેક કેળવાયલા જૈન યુવાનમાં જેવાને શુભ દિવસ નજીકમાં આવે એ જ મહારી આશા છે–પ્રાર્થના છે—એ જ ‘વિઘાથી ગૃહના સાહસને ગુપ્ત આશય છે.
(૫) કેળવાયલા જૈન મહાશયની સેવાવૃત્તિની નોંધ લેતી વખતે મહારે પોતાના લઘુ બધુઓની સેવાને ભૂલવી જોઇતી નથી. તે વધુ બધુઓ બીજા કોઈ નહિ પણ “વિવાથીગૃહ' માં માત્ર બે જ માસ સંસ્કાર પામ્યા પછી જેઓએ બીજા વધુ વિદ્યાર્થીઓને સંસ્થાનો લાભ આપી શકાય એ હેતુથી બહારગામ જઇ ર્કોલરશીપ ફંડ મેળવવાનો આગ્રહ કરી હારી પાસે રજા મેળવી હતી અને ફક્ત સાત જ દિવસની મુસાફરીમાં ૧૦-૧૨ શહેરોમાં મીટીંગ કરી કેળવણી ઉપર ભાષણ આપી કેટલીક રકમો મેળવી હતી. (કહેવાની ભાગ્યેજ જરૂર રહે છે કે આવી તમામ રકમો માત્ર લીપ ખાતે જ ખર્ચાય છે) એક વિદ્યાથીએ કરાંચી ખાતે સુંદર રકમ એકઠી કરી હતી. વિદ્યાથીઓએ પિતાની મુસાફરીને રિપોર્ટ મહને મોકલ્યો છે, જે ઘણે ઠરેલ અને વાંચવા જેવું છે. (બનશે તો આ અંકમાં, અને જગાની તંગી હશે તો આવત્તા અંકમાં રિપોર્ટ પ્રગટ કરવામાં આવશે) વિદ્યાર્થીઓની આ પ્રવૃત્તિને અંગે ખુસી થવા જેવાં તો નીચે મુજબ છે –(૧) વગર કહ્યું અને પારકાને માટે મહેનત લેવાની ઈચ્છા વિદ્યાથીને થવી એ શુભસૂચક છે. (૨) સહાય મેળવવાની હેમની રીત ખુશામત વગરની અને માનભરી હતી, કે જે બીજાએ એ શિખવા જેવી છે. (૩) લિંબડી ગયેલા વિદ્યાર્થી ઓએ ત્યાંથી એકઠી કરેલી આખી રકમ ત્યાંની જ બોડીંગમાં વધારે જરૂર છે એમ જેવાથી ત્યાંજ અવર્ણ કરી–એ રીતે અનન્ય ઉદારતા બતાવી–અને બીજી સંસ્થાઓ અને અમારી સંસ્થાને જીવ એક છે એવી ભાવના જૈન પ્રજાને મુંગી રીતે શિખવી. આ વિદ્યાથી એ માટે અભિમાન લેવાનો મને દરેક હકક છે. કઈ બર્ડીગ આવા ચારિત્રનું દષ્ટાંત પુરૂં પાડી શકશે? વાડીલાલની બોડીંગમાં સખ્તાઈ થાય છે એવી બુમો પાડનારા અને અફવા ફેલાવનારા અંધાઓ સખ્તાઇનાં સ્વરૂપ અને આશયોમાં તથા ચારિત્રમાં હમજે છે શું ?'
(૬) નીચે જણાવેલા ગૃહસ્થોએ આપેલી સવારથી જ ઉપકારવ લેતાં અને હર્ષ થાય છે –