SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ સંયુક્ત જેન વિવાથગ્રહ. ૫૧ ઉતાવળ નથી, ઓછાવતા ભાડે જોઈએ તે લતામાં ભાડાનાં સુખાકારીભર્યા મકાને મળી શકે છે અને જ્યારે એકાદ બે વર્ષના અનુભવ પછી ખાત્રી થશે કે જદી જદી લાઈનના વિદ્યાર્થીએની સગવડ જળવાય તે લતે અમુક જ છે ત્યારે, ફંડ: કર્યા સિવાય બની શકશે તે મકાનને વિચાર કરીશું. હાલ એ વિષય ઉપર વિચાર ગુમાવ એ પણ બીનજરૂરી લાગે છે. તેમજ વળી, મકાન પદરનું કરાવવું કે ભાડાનું રાખવું એ સવાલ સામે પબ્લીકને કાંઈ લેવા દેવા નથી. પબ્લીકનાં નાણુંથી મકાન માટે લેવાતું નથી તેમજ ખરીદવાનું કે બનાવવાનું પણ નથી. પબ્લીકને માત્ર એટલું જ પૂછશ્વાનો હક છે કે, ભાડાના કે પદરના ગમે તે પરતુ જે મકાનમાં વિદ્યાથીઓને રાખવામાં આવે છે તે સુખાકારીભર્યા અને સારા લતામાં તથા સગવડભર્યા છે કે કેમ ? હેનો ઉત્તર વિદ્યાર્થીઓ પોતે અને વીઝીટરો પોતે આપી શકશે. અમદાવાદનું મકાન તો ખાસ નવુંજ ચાર માળનું અને ફરવાકરવાની સગવડવાળું, ભવ્ય લાઈબ્રેરી હલવાળું છે. અને મુંબઈનું ભાડાનું મકાન પ્રિન્સેસ સ્ટ્રીટ કે જ્યહાં સમુદ્રની હવા સીધી ચાલી આવે છે પ્લાં છે અને આખો ચેાથો મલો લીધેલો છે. એ મકાન વિદ્યાર્થીઓને–ખાસ કરીને મેડીકલ કોલેજના પણ વિદ્યાથીઓને–એટલું સગવડભર્યું છે કે માસિક રૂ. ૧૧૫ ના ભાડે તે લેવા છતાં ચાર મહીનાના અરસામાં હેનું ભાડું ૧૪૦ કરવામાં આવ્યું તો પણ તે જ કાયમ રાખ્યું અને હેમાં વીજળીની બતીની સગવડ વધારવા પાછળ પદરનું ખર્ચ કર્યું. આ સ્થળે એ મકાનના માલેકનો ઉપકાર માનવાને મહારે ભૂલવું જોઈતું નથી કે, રૂ. ૧૭૫) ની નેટીસ મોકલવા છતાં આ લોકાપયેગી ખાતાના આ જાતના ખર્ચને આખો બેજે મહારા એકલાના શિર છે એમ જાણું હેમણે રૂ. ૧૪૦) લેવાનું નકકી કર્યું. મહારા સ્થાનક વાશી ભાઇઓ જે ગુહા (!) બદલ મહને દડે છે અને સાડીમાં મહે સંતાડી કાવત્રાં કરી નુકસાન ઉતારવા મથે છે હેમની સાથે સાથે આ ખેજા ગૃહસ્થની એક જૈન તરફની નિઃસ્વાર્થ ભલાઈને મૂકી જોતાં કોને એમ નહિ થાય કે દુનિયામાં જેટલો બદીને : ખાડે છે તેટલોજ નેકીને કરે છે અને એ પ્રમાણે વિરૂદ્ધ તો ઉguillibrium (સમતોલપણું) રાખે છે ?
SR No.537769
Book TitleJain Hitechhu 1917 10
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherShakrabhai Motilal Shah
Publication Year1917
Total Pages74
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy