SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ નહિતેચ્છ. ભોગવું છું અને પુદ્ગલે પિતાનું કામ હારા ઉપર બનાવ્યાં કરે છે પણ ખરાં, પરંતુ પ્રથમ હું પુદગલોને આશ્રીત હતો, આજે હું યુગલોને હારા આશ્રીત બનાવ્યા છે. હવે હું દષ્ટ કર્મોને તે દેશવટો દે છે: કારણ કે મહારે હવે મહારા માટે તે કાંઈ કરવાનું રહેતું જ નથી. અને જે કાંઈ કરૂં તે જે વિશ્વના હિત માટે જ કરવાનું હોય તે પછી અનર્થ કે અન્યાયનું કામ કરવાની ઇચ્છા–અરે જરૂર જ કેવી હોય ?' હજીએ હું પહેલાંની પેઠે ખાઉં છું. પહેલાં સ્વાદ માટે ખાતે તે હવે શરીરને નીભાવવા માટે ખાઉં; કારણકે એ શરીરસાધન વડે વિહિતનાં અનેક કામ કરવાનાં છે. કેરતો થોડે જ પડ્યો છે, એટલે જ કે પહેલાં હું ખાવા માટે જીવતો, હવે હું જીવવા માટે ખાઉં છું; અને જીવવું પણ “સેવા માટે જ ! હજીએ વસ્ત્ર પહેરું છું – એક અથવા બીજા રૂપમાં પરિગ્રહ રાખું છું. પણ પહેલાં એ ઉન્ન કેઈને લલચાવવા માટે કે મહારો રૂઆબ દેખાવા માટે પહેરતે તે હવે માત્ર વસ્ત્ર રહીત પુરૂષને જોવાથી જામાં વિકાર કે જુગુપ્સા ઉત્પન્ન થયા વગર રહે નહિ એમ સમજીને શરીર ઢાંક્વા માટે વસ્ત્ર પહેરું છું. શોભા કે ટાપટીપ હવે મહારો આશમ નથી. તેમજ ગ્રંથાદિ જે કઈ પરિગ્રહ રાખુ છું તે પણ જગહિતાર્થે જ છે. હારી પાસે કાંઈ ન હોય તેથી અને સર્વથી વધારે હોય તેથી એક સરખી જ અસર મારા મન પર થાય છે—મતલબ કે અન્ય ! હજીએ હું હરેફરું છું. પણ પહેલાં હું ને માટે કઈ જતા પુદ્ગલસમુહ એકઠા કરવાનું કે રહેલ કરવાને માટે હરત–ફરતે; આજે હું” માં અને “પુદ્ગલ માં મુંઝાઈ રહેલા મનુષ્ય બાંધવોને ખરું સુખ બતાવવા–શાન્તિ ઉપજાવવા–હેમની ચગદાયેલી છાતીના ઘોબા ટીપી નાખવાને માટે હરૂ-ફરું છું. કારણ કે તે કામ કરવા જેવાં હતાં અને કેઈએ પણ કરવાનાં જ હતાં તે હું જ તે કેમ ન કરૂં ? અમૃતની લહાણીમાં પડાપડ થાય એમાં આશ્ચર્ય શું ? મહારા આખા શરીરમાંના એક અંગને કાંઇ દરદ થાય છે તે મટાડવા બીજા અંગે દવા ખાય—હરવા-ફરવાની ગતિ કરે–તકલીફ સહે એમાં તેઓ સપાટું શું કરે છે? જો તેઓ તેમ ન કરે તે દરદ વધતું વધતું તમામ અંગોને ચીતામાં કે કબરમાં મેકલી દે, તે કરતાં એને બચાવવા પિતે એટલી તકલીફ સહે એ શું ખોટું ? એના સુખમાં એ સર્વ અંગનું સુખ રહેલું છે. વિશ્વના ઉદ્ધારમાં મહાર ઉદ્ધાર સમાયેલું છે, વિશ્વના નાથ પ્રભુ આવી વિશ્વદષ્ટિ સિવાય બીજી
SR No.537763
Book TitleJain Hitechhu 1911 Book 13
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherVadilal Motilal Shah
Publication Year1911
Total Pages338
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy