________________
એક મુનિને પાછળથી આવેલી સાન. સ્વભાવવાળી ચીજમાં મહેં ફરીથી એક વાર ખતાં ખાવા છતાં) સુખ હૃદયું. મતલબ કે હજી હું અને “પુગળ” બેનું જ મહને ભાન હતું. તેથી એ બેના સંયોગથી જે સંતતી જન્મ-દુઃખ' નામની- તે સિવાય વધુ સારી ઓલાદની આશા રાખવાને મહને શું હક હતે? : '
પણ પછી શું? પછી મહને “સંત”ની સેવાથી કાંઇક સાન આવી. સતે મહને શીખવ્યું કશું નહિ; પણ એમના વર્તન ઉપરથી જ મહને “સતદેવનું અને “સત ધર્મનું ભાન થયું. શું ભાન થયું? એ કે
જાણ્યા દેવ જગ તારૂ ! ” એવું ભાન થયું કે ખરા દેવ તે આખા વિશ્વના તારનારા છે; હાર એકલાના નાહ! ત્યારે કે મૂખ કે સહારા એકલાના સુખની આશાથી ભગવાનને યાદ કરતું હતું ? મહારા જેવા અનંત જીવોને તારવાની જોખમદારી લઈ બેઠેલા પ્રભુ મહારા જેવા એકલપેટા–સ્વાથી સામે નજર કરવાને નવરા હેય કે? દેવ એકના નથીઆખા વિશ્વના છે—એમનું કામ આખાં ગતને ઉદ્ધાર કરવાનું છે; માટે એવા દેવને પરૂપેલો ધર્મ પણ “આખા જગતને ઉદ્ધાર એજ ધર્મ–આખા જગતની સેવા એજ ધર્મ” એ સિવાય બીજો હોઈ શકે નહિ. જે તે જ દેવના શરણે જવું હોય તે હેનો ધર્મ–તે જે ધર્મ બજાવતા હોય અને ઉપદેશતા હોય તે જ ધર્મ–તે જ “સેવા ધર્મ' મહારે પાળ જોઈએ. હું નું સુખ એ નામનું લક્ષ્યબિંદુ બદલીને “વિશ્વનું સુખ એને જ દષ્ટિબિંદુ બનાવું હારે હારે ને તે દેવને સંબંધ જોડાય; ત્યારે જ હું તે દેવ સાથે તારનું કનેકશન ” પામું; ત્યહાં સુધી “કનેકશન થી જ દૂર હોવાથી ભગવાન શું ચીજ હશે એનો ખ્યાલ જ ન આવી શકે તે પછી એના હુકમ સાંભળવાનું તે બને જ કેમ?
આવું ભાન થવાથી “દુષ્ટ કૃત્યને દેશવટો દઈ, તુજ આજ્ઞા પ્રભુ પાળું” એવું કરવા તૈયાર થયો. ખરી જ વાત? પ્રભુની આજ્ઞા પાળવાનું મન થયું ? ત્યારે તે આજ્ઞા કઈ? “વિશ્વ-ધર્મને ઉદય કરીને, મુજ આતમને તારું !” કેવી ગંભીર પ્રતિજ્ઞા! બાગવાને આજ્ઞા કરી કે “વિશ્વનો અને ધર્મને ઉદય કર, એ દ્વારા હારા આત્માને ઉધાર આપોઆપ થશે.” હારે ઉદ્ધાર કરવાને સાંકડો વિચાર જવા દે; વિશ્વને અને ધર્મને ઉદ્ધાર એને જ લક્ષ્યબિંદુ બનાવ; એ રસ્તે જતાં રસ્તામાં સ્વ-ઉદ્ધાર’ નગરી આવી જશે. ભગવાનની આ નવી આજ્ઞા કહાં અને મહારૂં પ્રથમનું “હું કહાં જે કે પ્રથમ તેમજ હાલ પણ હું પુદગલે વચ્ચે જ રહું છું-પુદગલે