________________
જૈનહિતેચ્છુ. उपला काव्यनुं स्पष्टीकरण.
મુનિશ્રી સવજી સ્વામી ઉપલા સ્તવનમાં પિતાની પ્રથમની અજ્ઞાન દશાનું ચિત્ર આલેખે છે, પછી જ્ઞાન કેમ થયું તે બતાવે છે અને જ્ઞાન થતાં શું દેખાયું તે કહે છે. - આ ત્રણે મુદ્દા બહુ ઉંડા ઉતરીને વિચારવા જેવા છે. આપણે પહેલે મુદ્દા પ્રથમ વિચારીએ. અજ્ઞાન દશાનું ચિત્ર કેવું છે ? એ દિશામાં “પુદ્ગલનાં સુખ સારાં લાગતાં હતાં. “હું અમુક વસ્તુ પ્રાપ્ત કરૂં-ભોગસંગ્રહું” આ વિચારમાં જ મને મઝા પડતી જગતમાં હું એકલો જ હોય એમ મને લાગતું; “હું” સિવાય જે કાંઈ હોય તે “હું” નું “ભોય એટલે “હું” ને ભોગવવાને જ માટે હોય એમ મને લાગતું. જવું-આવવુંકામ કરવું–વ્યાપાર કર–વાંચવું–લખવું એ સર્વ ક્રિયામાં હારે લક્ષ્યબિંદુ “હું” જ હતું. પુગળ માત્ર, હું” ની તૃપ્તિ અથે જ છે, એવા ખ્યાલમાં હું મશગુલ રહેતો.
આનું પરિણામ શું આવ્યું? જે સુખ પેલું “હું પેલા પુલમાં શોધતું તે તે હાથતાળી દઈને અંતર્ધાન થઈ જતું! પુદ્ગલને સમુહ વીખરાઇ જતે; કારણ કે પ્રતિક્ષણ પડવા—ગળવાને એને “સ્વભાવ જ છે અને એટલા માટે જ પુ–ગલ” એવું નામ પડેલું છે ! પુદ્ગલના સમુહના વીખરાવાથી એ સમુહમાં હું એ માનેલું સુખ પણ વિખરાઈ જતું દેખાવા લાગ્યું અને પરિણામે “હું” ને પ્રથમ જેટલું સુખ લાગતું હતું તેટલું જ દુઃખ લાગવા માંડયું. સુખનું સ્મરણ વળી દુઃખને ઉગ્ર રૂ૫ આપવા લાગ્યું.
પછી જરા જરા બુદ્ધિ આવવા લાગી. “કાંઈક વ્રત-તપ-જપ-દાન કરે તે એનાથી જે અમુક પ્રકારનાં શુભ કર્મ બંધાશે તે હવે પછી પુદગળસમુહને વીખરાઈ જતાં અટકાવશે અને આજે મહને જે દુઃખ થયું તેવું થવા નહિ દે.” - જરાક ઠેકાણે આવ્યું. આ પણ માત્ર “કૂવામાંથી હવાડામાં” ! હજી બહાર નથી નીકળ્યો.
મહું જે વ્રત-તપ-જપ-બ્દાન કરવા માંડયું એમાં પણ એ જ “ઈચ્છા હતી કે હું અમુક “યુગલ’ ને સમુહ પામું એટલે કે પડવા-ગળવારે