________________
ગુરૂના ચરણારવિંદમાં.
सतना मार्ग माटे योग्यता. આ સતના માર્ગની પ્રાપ્તિ માટે ચાર ગ્રતા સંપાદન કરવા જાઈએ
•
' ૧ વિવેક. ૨ વૈરાગ્ય અથવા ઈછારહિતપણું. કે સદન અથવા શુદ્ધ ચારિત્ર. : પ્રેમ.
આ ચાર* ગ્યતાના સંબંધમાં જે કાંઈ મહને મહાન ગુરૂએ કહ્યું છે તે હમારી સમક્ષ જણાવવાને હું પ્રયત્ન કરીશ.
પ્રથમ ચોગ્યતા.
મહાન ગુરૂના ચરણારવિંદમાં પહોંચવાને જે ચાર યોગ્યતાઓ સંપાદન કરવી જરૂરી છે તે ચારમાંની પહેલીનું નામ “વિવેક છે. સામાન્ય રીતે “વિવેક ” શબ્દ, સત્ય અને અસત્યને ઓળખવાની શક્તિ, એવા અર્થમાં વપરાય છે. એ શકિત મનુષ્યને સતના ભાગે દેરી લઈ જાય છે.
વિવેકશબ્દના ઉપર કહેલા સામાન્ય અર્થ કરતાં પણ એમાં કાંઈક વધારે રહસ્ય રહેલું છે. તે રહસ્ય એ છે કે, આ વિવેકને ગુણ, સતના માર્ગની શરૂઆત સુધી જ પાળવાનું નથી પણ તે માર્ગે દાખલ થઈને હેના બીજે છેડે પહોંચીએ હાં સુધી દરેક ડગલે ને પગલે હરહમેશ તે ગુણ પાળવાન છે.
* * એ ચારને અંગ્રેજીમાં Discrimination, Desirelessness, Good Conduct અને Love એવાં નામ અનુક્રમે અપાયેલાં છે.
* * જૈનનું “ચાવ” સરખાવો.
“