________________
જેનહિતછુ.
હમે એ માર્ગે હડે છે હેનું કારણ એ છે કે, મેળવવા ગ્ય સઘળી ચીજે માત્ર એ માર્ગે જ મળી શકે છે એમ હમે શીખેલા છે. જેઓ તે શીખ્યા નથી તેઓ તે ઘન કે સત્તા મેળવવા માટે જ કામ કરે છે. પરતુ ઘન અને સત્તા બહુ તે એક જ જીંદગી માટે છે (તેએ એક જ ભવ સુધી ટકે છે ) અને એ જોતાં તે અસત -અનિત્ય પદાર્થો છે. આ પદાથે કરતાં બીજા વધુ મહત્વના પદાર્થો પણ હયાતી ધરાવે છે, કે જે પદાથો સત છે અને નિત્ય છે. હમે જે એ નિત્ય પદાર્થોને માત્ર એકજ વાર જેવા પામો તે અગાઉ કહેલા અનિત્ય પદાર્થોની છા કદી કરે જ નહિ.
આખી દુનીઆમાં માત્ર બે પ્રકારના જ મનુષ્યો છેઃ (૧) જેઓ જાણે છે તે, અને (૨) જેઓ નથી જાણતા તે. અને આ “જાણપણું ” એ જ હેટી વાત છે, એજ અગત્યની વાત છે. એક માણસ ો ધર્મ પાળે છે, તે કઈ જાતનો છે—એ વગેરે બાબતે કઈ અગત્ય ની નથી. અગત્યની બાબત માત્ર એક જ છે અને તે જાણપણું અથવા તાન છે; મનુષ્ય માટેની દિવ્ય યોજનાનું જ્ઞાન એજ એક અગત્યની બાબત છે.
વિશ્વમાં એક એજના છે અને તે જના એજ ઉન્નતિકમ અને થવા ઉત્કાન્કિમ છે. એકવાર કોઈ માણસ તે યોજના પુરેપુરી સમજી જાય છે, એટલે પછી તે માણસ તે પેજના માટે જ કામ કર્યા વગર રહી રાકતે નથી અને એ પેજના સાથે એક રૂપ થયા સિવાય પણ રહી શકતે નથી; કારણ કે ઉત્ક્રાંતિની યોજના ખરેખર ઘણી જ ભ ય અને ઘણી જ સુંદર છે.
આ ભવ્ય યોજનાના જાણપણાને લીધે જ તે માણસ પરમાત્માનો પક્ષ લે છે; એ જાણપણાને લીધે જ તે શુભના પક્ષમાં ઉભા રહે છે અને અશુભની સામે થાય છે; એ જાણપણાને લીધે જ તે સ્વાર્થ ખાતર નહિ પણ ઉન્નતિક્રમ સારૂ કામ કરે છે.
જે તે પરમાના પક્ષને હોય તે તે આપણામાંનો જ એક છે; તે પછી તે પિતાને હિંદુ કહે કે બદ્ધ કહે, ખ્રીસ્તી કહે કે મુસલમાન કહે, તે હિંદવાસી હોય કે ઈગ્લંડવાસી હોય, ચીનને માણસ હોય કે રસીઆને હોય, તે કશાથી ફેર પડતો નથી. જેઓ પરમાત્માના પક્ષમાં છે
*Evolution.