________________
મહાન ગુરૂના ચરણારવિંદમાં. તેઓ “ આપણે અહીં શા માટે આવ્યા છીએ અને આપણે શું કરવું જરૂરનું છે?” એ બે બાબતનું જ્ઞાન ધરાવતા હોય છે અને તેઓ કામ પણ તે જ્ઞાનને અનુસરીને કરે છે.
તે સિવાયના બીજા સઘળાઓને હજીસુધી આવું જ્ઞાન ન હોવાને સબબે, તેઓ ઘણીવાર મૂર્ખામીભરેલાં કામ કરી બેસે છે. તેઓ એવા રસ્તા શોધવા કોશીશ કરે છે કે જે રસ્તા હેમને આનંદદાયક થઈ પડશે એમ તેઓ ધારે છે; પણ તેઓ જાણતા નથી કે, સર્વ એક છે અને તેટલા માટે જે કાંઈ પરમાત્માની ઈચ્છા છે તે જ સર્વને ખરેખર આનંદદાયક થઈ શકે. તેઓ સતને બદલે અસતને માર્ગે ચાલે છે. આ સત્ય અને અસત વચ્ચેનો ભેદ.
હાં સુધી તેઓ ન શિખે, ત્યહાં સુધી તેઓ પરમાત્માના પક્ષના નથી; અને તેટલા માટે ‘વિવેક” અથવા “સત અને અસત્ વચ્ચેનો ભેદ' એ પ્રથમ પગથિયું છે.
સત અને અસર એ બેમાંથી સતની પસંદગી કર્યા પછી પણ હમારે જાણું જોઈએ કે સત અને અસતના પણ વળી ઘણા પ્રકાર છે. એથી આગળ વધીને હમારે વાજબી અને ગેરવાજબી, ઉપયોગી અને અનુપયોગી, મહત્વનું અને બિનમહત્વનું, સાચું અને જૂઠું, સ્વાર્થમય અને બીનસ્વાથી એ સર્વ દ્રોમાં પણ “વિવેક કરતાં શિખવું જોઈએ; અર્થાત એ દરેક દેડકામાંથી એકેકને વિવેકબુદ્ધિની મદદથી પસંદ કરવું જોઈએ.
વાજબી અને ગેરવાજબી વચ્ચેનો ભેદ પારખવો એ કામ એટલું બધું કઠણ નથી; કારણ કે જેઓ મહાન ગુરૂને પગલે ચાલવા ઈચ્છા રાખે છે તેઓએ ગમે તેટલા ભોગે પણ વાજબી માર્ગે ચાલવાનો નિશ્ચય જ કરેલો હોય છે. પણ શરીર અને આત્મા એ બન્ને જુદી વસ્તુઓ છે; તેથી આત્માને જે ઈચ્છા થાય એજ ઈચ્છા શરીરને થાય એમ કાંઈ હમેશ બનતું નથી. હારે હમારું શરીર કોઈ બાબતની ઈરછા કરે હારે જરા થોભજે અને હમે ખરેખર તેવી ઈચ્છા કરો છો કે કેમ તેનો વિચાર કરજે. કારણ કે હમે ઇશ્વર છો; અને જે ઇશ્વરની ઈચ્છા એજ હમારી ઈચછા હોવી જોઈએ. પણ હમારી અંદર રહેલા ઇશ્વરને શોધી કહાડવાને હમારે હૃદયમાં ઉંડા ઉતરવું જોઈએ અને ત્યહાં ઈશ્વરી અવાજ કે જે ખરી રીતે હમારે જ અવાજ છે ને લ્હમારે ધ્યાન દઈને સાંભળવો જોઈએ..
હમારાં શરીર–સ્થલ અથવા ઉદારીક શરીર, વાસના શરીર તથા માનસિક શરીર—એ જ હમે પોતે છે, એવી ભૂલ કદાપિ કરતા નહિ. પિતાની