________________
જેનહિતેચ્છુ. (૨૩) પરાઘાતનામકર્મ. જેથી બલવાન છે પણ ન છતી શકે તે કર્મ. ૨૪) ઉચ્છવાસનામકર્મ. શ્વાસોશ્વાસની લબ્ધિવાળો જીવ જે કર્મથી થાય છે તે કર્મ. (૨૫) આપનામકર્મ. આતપ = ઉષ્ણતા. સૂર્યમંડળના છે આ કર્મવાળાં છે. (રક) અનુષ્ણનામકર્મ (અનુષ્ણુ = શીલ) ચંદ્રમંડલના છે આ કર્મવાળા છે. (૨૭) શુભવિહાગતિ, જે કમને લીધે હંસ, હાથી, વૃષભના જેવું શુભ ચાલવું થાય તે (૨૮) નિર્માણ નામકર્મ, અંગ ઉપાંગની નિયમિત વ્યવસ્થા શરીરમાં જે કર્મવડે, સુત્રધાર પુતળીમાં કરે તેમ, થાય તે કર્મ. (૨૮) ત્રસના મર્મ, બેઈદ્રિય વગેરે નામ કર્મને જેનાથી ઉદય થાય તે. (ત્રસ = હાલતા ચાલતા છેવો). (૩૦) બાદરનામ, જેનું શરીર મનુષ્યોથી જોઈ શકાય છે. (૩૧) પયામિ, પિતાપિતાની પર્યાતિથી સંપૂર્ણ. (૩૨) પ્રત્યેક જીવના એકજ શરીરમાં એકજ જીવ હોય તે. (૩૩) સ્થિર, શરીરમાં દાંત હાડકાં વગેરે દઢ હોય તે. (૩૪) શુભ, નાભિ ઉપરનું શરીર સારું હોય. તે (૩૫) સુભગ, જે કર્મથી સર્વ માણસને વહાલો લાગે છે. (૩૬) સુસ્વર, જે કર્મથી સ્વર મધુરતાદિ ગુણ પ્રાપ્ત થાય. (૩૭) આદેય, આદરથી જેનું વચન સર્વ જને સ્વીકારે તે. (૩૮) યશકીર્તિ, જેનાથી જીવને યશ કીર્તિ મળે છે. (૩૯) દેવતાનું આયુષ્ય, (૪૦) મનુષ્યનું આયુષ્ય. (૪૧) તિર્યંચતું આયુષ્ય. (૪૨) તીર્થંકરના મર્મ, જેથી ત્રણલકને પૂજ્ય ત્રીસ અને તિશય વગેરે તીર્થકરની સંપદા પ્રાપ્ત થાય. આ કર્મને ઉદય કેવળ પ્રાપ્ત થયા પછી જીવને થાય છે.
(8) પાપ તવ. જે અશુભ પ્રકૃતિરૂપ કર્મથી છવ દુઃખ ભોગવે છે હેને “પાપ” કહેવાય છે.
પાપનાં ૧૮ સ્થાનક છે–૧ જીવહિંસા (પ્રાણાતિપાત ), મૃષાવાદ ( અસત્ય કથન ), ક અદત્તાદાન ( ચેરી ), ૪ થુન (અબ્રહ્મચર્ય ), ૫ પરિગ્રહ (મમતા, લોભ, વસ્તુને વિષે મહારાપણું ), ૬ ક્રોધ, માન, ૮ માયા (કપટ), ૮ લાભ, ૧૦ રાગ, ૧૧ ઠેષ, ૧૨ કલેશ, ૧૩ અજીખ્યાન, ૧૪ પશુન્ય ( ચાડી કરવી ), ૧૫ પરપ્રવાદ (નિંદા ), ૧૬ રતિ, અરતિ, ૧૭ માયા મૃષા, ૧૮ મિથ્યાદર્શનશલ. ( જે સત નથી ને સત. ભાની બેસી મનમાં શલ્ય રાખે તે ).