________________
નવ તત્વ. ની આનુપૂર્વી. (૭) ચંદ્રીયપણું પ્રાપ્ત થાય. (૮) દારિક શરીર (ઉદાર–મોટા અર્થાત સ્થૂલ પુદગલોનું શરીર કે જે મનુષ્ય અને તિર્યચને હે છે.) (૮) વૈકિય શરીર જુદાં જુદાં રૂપ બનાવી શકનારૂં શરીર તે). (૧૦) આહારક શરીર (ઉત્તમ જ્ઞાન ધરાવતા મુનિ પિતાને પડતો સંદેહ, ટાળવા પિતાના આત્મપ્રદેશ અપીને મુંડા હાથ જેટલા કદનું જે શરીર તીર્થંકર દેવ પાસે મોકલે છે તે) (૧૧) તેજસ શરીર, કે જેને વાસના શરીરમાં એ નામથી કેટલાકો ઓળખે છે; ઇચ્છાઓ અને વાસનાઓ કે જેને રૂપરંગગંધ-વાદ વગેરે છે હેનું બનેલું સૂક્ષ્મ શરીર તે તેજસ શરીર; આ શરીર તથા કાર્મણ શરીર નામનું શરીર સંસારી જીવને અનાદિથી લાગેલાં છે અને તે મૃત્યુ બાદ પણ સાથે જ આવે છે; માત્ર ઔદારીક શરીર જ અહીં દટાય કે બળાય છે. (૧૨) કામણ શરીર, અથવા પૂર્વ ભવેને સઘળે અનુભવ જેમાં સંગ્રહાય છે તેવું અતિ સૂક્ષ્મ પુદ્ગલેનું શરીર.* (૧૩, ૧૪, ૧૫) દારિક, વૈક્રિય અને આહારકનાં અંગોપાંગ. (૧૬) વજડષભનારાચસ વેણુ લેઢાના જેવું મજબુત, જેના હાડકાના સાંધામાં બંને બાજુ મર્કટબંધ હોય છે તે પર પટ્ટારૂપે ખીલી હોય તે. (૧૭) સમચતુર સસઠાણુ. પિતાના અંગુલ પ્રમાણે ૧૦૮ અંગુલ શરીર પલાંઠીવાળી બેસતાં ચારે બાજુ સરખી આકૃતિ થાય તે. (૧૮-૧૦-ર૦-ર૧) શુભ વર્ણ, ગંધ, રસ ને સ્પર્શ. (૨૨) અગુરુલઘુનામકર્મ. અતિ ભારે નહિ તેમ અતિ હલકું નહિ પણ સરખું શરીર જે કર્મથી થાય તે.
* આ કામણ શરીર અથવા Mental Body અથવા Hig er Manas સંબંધી ખ્યાલ લાવવા માટે ઘણું વાંચવું પડે તેમ છે. થોડા વખત પછી આ સંબંધમાં એક લાંબા અને સ્પષ્ટ દેખ આપવા વિચાર છે. ઉપર જે જુદાં જુદાં શરીરનાં નામ ગણાવ્યાં તે કાંઈ દરેક માણસને હેય છે એમ નથી; દરેક માણસને દારિક શરીર (Physical Body), તૈજસ્ શરીર ( Desire Body ) અને કામણ શરીર (Mental Body) એ ત્રણ કે જે અનુક્રમે એક એકથી વધુ સૂક્ષ્મ પુદ્ગલનાં બનેલાં છે તે ત્રણ શરીર હોય છે. બાકીનાં શરીરે એવાં છે કે જે અમુક અમુક વ્યક્તિઓને જ અને અમુક અમુક કાળે જ હોઈ શકે. જેમકે ક્રિયશરીર કાંઈ દરેક માણસને હેતું નથી. થોડા જ ભાણુના રૂ૫ વિકુવીને વૈકિય શરીર ધારણ કરવાની શક્તિ ધરાવે છે. દેવને સ્વભાવિક રીતે જ એ શરીર હોય છે. આહારક શરીર તમામ માણસને હોતું નથી પણ અમુક મહાત્માઓજ અને તે પણ અમુક પ્રસંગેજ ધારણ કરી શકે છે,