________________
જૈનહિતેચ્છ.
માસિક પત્ર.
પુસ્તક ૧૩ મું] માર્ચ, ૧૯૧૧, [અંક ૩.
नव तत्ववें संक्षिप्त स्पष्टीकरण.
જીવ, અજીવ, પુષ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મેક્ષ એ નવ તત્વ છે. કેટલાક પુષ્ય-પાપને બંધમાં ગણું લઈ સાત તો કહે છે. જીવ અને અજીવ એવા બે ભાગમાં પણ આ નવ તત્વને સમાવેશ કરી શકાય.
(૨) શીવ તત.
જેનું લક્ષણ ચૈતન્ય છે અને જે પ્રાણને ધારણ કરનારે છે તે જીવ. “તના કાળો નવઃ વ ર જ્ઞાના િમે અને મિu.”
પાંચઈદ્રિય, (ચામડી, જીભ, નાક, આંખ અને કાન), ત્રણ બળ (મન, વચન અને કાયબલ), શ્વાસોશ્વાસ અને આયુ એ દશ “પ્રાણ” છે. એકેંદ્રિયને સંથી ઓછી પ્રાણ એટલે ચાર પ્રાણ છે. બેઈદ્રિયને છે, તેઈદ્રિયને સાત, ચદ્રિયને આઠ, અસંસી પંચેંદ્રિયને નવ અને સંજ્ઞી પંચેદિયને દશ પ્રાણુ હોય છે.
છવના ભેદ ૧૪ છે. સૂકમ એકેદ્રિય, બાદર એકેદ્રિય, બેઈદ્રિય, તે દિય, દિય, અસંસી પચેંદ્રિય અને સંજ્ઞી પંચૅક્રિયઃ એ મુખ્ય સાત ભેદ થયા. તે દરેકના પર્યાપ્તા” અને “અપર્યાપ્તા” એવા બે વિભાગ પાડવામાં આવતાં કુલ ૧૪ ભેદ થાય છે.