________________
જે હિતેચ્છ
“ હારે શું આ પુદ્ગલ ક્ષણભંગુર જ છે કે ? શું હું આજ સુધી ક્ષણભંગુરની જ કાળજી કરતો આવ્યો કે? શુ હું આજ સુધી અસરગી વિસ્થાની જ યારી કરતો આવ્યો છે ? શું હું ચપળ પ્રકૃતિના શેઠની જ નોકરી કરતો આવ્યો કે ? શું હું આજ સુધી ખોટના ધંધા માટે જ શ્રમીત થયો કે?”
હારે શું લાભને ધંધે કઈ હશે ખરો ? શું કદી ન બદલાય એવી પ્રકૃતિના શેઠ મળી શક્તા હશે? શું સતી સ્ત્રીને પ્રેમ મેળવવાની આશા રાખી શકાશે ? શું અચલની કાળજી કરવાનું શકય હશે? શું કણભંગુર પુલથી છૂટી અમરત્વમાં જવાનું સંભવીત હશે?”
હા, અમરતત્વ જે સંભવીત જ હોય તે આજને કરકંડૂ પૂર્વે કોણ હરો? હને યાદ કરવા ઘો મહને ભીતર શોધવા દે,
અને એ તીવ્ર લાગણીઓ-ઉગ્ર માનસિક પ્રયત્ન કરકંડૂને “ જાતિમરણ” જ્ઞાન કરાવ્યું. •
અમુક પદાર્થને જોવાથી–ઉહાપોહ કરતાં કરતાં જહેમને આવું જ્ઞાન થાય તેમને પ્રત્યકુબુદ્ધ” ને ખીતાબ જૈન શાસ્ત્રમાં આવેલું છે. એ નવીન ખીતાબવાળા કરકંડૂ પછી “દિક્ષા” (initiation in the Inner School of Mysticism) લે છે, અને તે દિક્ષા માટે મુહપતિ વગેરે જોઇતાં સાધનો શાસન દેવે આમાં એમ શાસ્ત્ર શાક્ષી પુરે છે, કે જે મહને તદન માનવા લાયક જ જણાય છે.
જ્ઞાન! હારી બલીહારી છે; ધ્યાન ! હારી બલીહારી છે. વસ્તુ, પ્રાણ કે બનાવ પર ધ્યાન કે ઉહાપોહ કરતાં જે અમૂલ્ય રત્નો હાથ આવે છે હેની કિંમત આંકવા મહારા જેવો હીરા-માણેકની ઓળખ વગરનો બાલક શકિમાન નથી. એ એલખવાળા ઝવેરીઓને હારૂં સદાકાળ સવિનય–સેલ્લાસ વંદન હે! ..
* પ્રત્યzinwardly–અંદરખાનેથી-ભીતરથી + બુદ્ધ-જ્ઞાની, બોધ પામેલ. “પ્રત્યબુદ ” એટલે અંદર ઉહાપોહ કરવાથી જેને ખરા જ્ઞાનને બોધ થયો છે તેવો પુરૂષ; બાહ્ય ઉપદેશની મદદ સિવાય જેને જ્ઞાન મળ્યું હોય તે પુરૂષ.