________________
મહાન ગુરૂના
ચરણારવિંદમાં.
આ
પ્રસ્તાવ
*
પાછલા લેખમાં મહાન ગુરૂના પ્રભાવનું વર્ણન કરી ચૂક્યો છું.
મહાન ગુરૂ પર હેમને પ્રેમ છૂટતે હેય, મહાન ગુરૂની હેમને પ્રાપ્તિ જોઇતી હેય, મહાન ગુરૂનાં દર્શનની હેમને તીવ્ર અભિલાષા હોય હેમની સેવામાં એક અન્યધર્મ, પવિત્ર પુરૂષને એક લેખ રજુ કરવા મહને પ્રેરણા થાય છે. એ લેખ એવો સુંદર છે કે હારા વાચકોને હેના વાચનથી બનશીબ રાખવા એ એક પ્રકારના અપરાધ તુલ્ય મહને લાગે છે; કારણકે એમાં ગુરૂપ્રાપ્તિનો સરળ અને સાચો માર્ગ સૂચવ્યો છે.
એ સુંદર લેખ લખનાર કોણ મહાભાગ છે, કયા દેશમાં તે વસે છે, કયો ધર્મ પાળે છે. એ વગેરે સાથે મહારા વાચકોને કશો સંબંધ નથી. એમના વિચાર જેનધમને કેટલા બધા મળતા આવે છે એટલું જોઈ લેવું એ વાચકોનું પોતાનું કામ છે. એ જ લેખ બીજાને લખેલો છે એમ જે હું ન જણાવ્યું હતું તે મહારા જ લેખ તરીકે મહારા વાચકો માની લેત; પણ એવી મારી કરવી મહને પાલવતી નથી. એક યુવાન આર્યના લખેલા અંગ્રેજી અમૂલ્ય લેખનું ખાંડબોબડું ભાષાંતર બહાર પાડતી વખતે હારે તે ખુલ્લું જણાવવું જ જોઈએ. આટલી પ્રસ્તાવના પછી હવે તે ખ શરૂ કરીશું.