________________
જેનહિતેચ્છ. વિશાળ દષ્ટિ, હેનું ઉચ્ચ જીવન, અને હેના શબ્દોનું અનંત સામર્થ. આ ત્રણ બાબતો જગતને ઉચ્ચ પાયરીએ મુકવામાં પરમ સાધનરૂપ થઈ ૫ છે.
આવા જ્ઞાનીઓ–આવા ઉદ્ધારકે લગભગ દરેક પ્રજામાં જ દે જુદે વખતે ઉત્પન્ન થાય છે. હારે જ્હારે વસ્તુસ્થિતિ એવા તારકની જરૂર ભાળે છે હારે હારે તેવાઓ અવશ્ય જન્મ લે છે, પરંતુ એવાને એવ તરીકે ઓળખનારા થોડાજ ભાગ્યશાળી પુરૂષ હોય છે. અને માત્ર થોડાજ પુરૂષો એવાને પીછાને છે એ કાંઈ અયોગ્ય થતું નથી; કારણ કે પૂર્વ પુષ્ય સિવાય આવાની પછાન ન જ થઈ શકે એ દેખીતું છે.
ભાઈઓ ! હુંપદ અને મારામારી છોડે. અમુક સખસ કે ખસે સિવાય બીજા બધા નીચ છે એવું બોલવું ( હમારા પિતાના હિત ખાતર કહું છું કે ) જવા દો. રત્નો ઘણએ પડ્યાં હશે, પણ મને હેની કિમત નહિ હોય હેમાં રનનો શું દોષ?
હમે નમ્ર બને, ગુણાનુરાગી બનો, દુરાગ્રહરહીત બને અને પછી જુઓ કે મહાન ગુરૂઓને ઓળખવાની શકિત હમારામાં આવે છે કે નહિ ?
જ્ઞાની પુરૂષો આ જગતના અલંકાર તુલ્ય છે, આ પૃથ્વીના રક્ષક છે, સુખનું સદાવ્રત માંડનારા દાનેશ્રી છે, ઢાંકયાં રત્ન છે. એમને ઓળખવા સિવાયનું જીવવું તે દરરોજ વધતી જતી ખોટ આપનારા ધંધા તૂલ્ય છે
હમને–મહને સર્વને જ્ઞાની મહાત્માનું પીછાન સધ થાઓ ! હમે--હું એ જ્ઞાનીનાં વચનને સહવાને અને અનુસરવાને ઉજમાલ થઈએ એવો શુભ દિવસ નજદીમાં આવે !