________________
યુદ્ધ કર્યા વગર રહી શકે નહિ. શું પતે પ્રસવેલા પુત્રને સ્મશાનમાં મૂકવો ? શું એક આર્યાનું આ કામ? શું આ એક દયાળુ મનુષ્યનું કામ? વળી અકિંચન ધર્મને સ્વીકારી ચૂકેલી સાધ્વી પાસે રત્નકબળ અને વીટી &ાંથી? આ કાંઈ ત્યાગની વાતો નથી; ત્યાગમાં પૈસાની છૂટ ઇચ્છતા કોઈ આચાર્યો આવો પ્રસંગ કલ્પીને મૂળ ઇતિહાસમાં ઉમેરી દીધો હોય તો ના કહેવાય નહિ. ગમે તે હો, ગમે તે સ્થળે આ ઉલ્લેખ છે, પરંતુ એક સ્ત્રી પોતાના પેટના બાળકને સ્મશાનમાં ગુપચુપ મુકી આવે–એવી સ્ત્રીની કથા જેન શાસ્ત્રમાં હોવાનું હું તો માની શકું નહિ. કાં તે લખનાર મહાશયની સમજ ફેર હય, કાં તો કોઈ સ્વાથી આચાર્ય કલ્પનાને ગોટાળો કર્યો હોય, અને કાં તો મારી આંખે અને મહારી બુદ્ધિ મહને દગો દેતી હેય. હું તે જે એ સ્ત્રીના જેવા સંજોગોમાં હોઉં તો દિક્ષાના દેખાવ ખાતર પુત્રને ગીધ અને શીયાળ વગેરેની દયા પર છોડવા કરતાં ગૃહિણી થઈ મહા દુઃખથી પુત્રને પાળવામાં વધારે ઉચ્ચ ધર્મ માતું. ૮૪ લક્ષ જાતના જીવો પર માતાપિતા સમાન દષ્ટિ રાખવાની ફરજ અને સ્વભાવવાળાં જૈન સાધુ-સાધ્વીથી, પિતે જ આ દુનીઆમાં આણેલા પરોણાને ભયંકર સ્મશાનમાં સૂવાડવા જેવું કામ કદી બની શકે જ નહિ. આ સાધ્વી એક ઐતિહાસિક પાત્ર છે (કલ્પીત પાત્ર નથી, માટે આખી વાત ખોટી એમ કહેવાની ઉદ્ધતાઈ તે હું ન જ કરી શકું; પરન્તુ એ કથામાં આ અમુક સંજોગ કથાકાર આચાર્યે કલ્પના શક્તિમાંથી ઉત્પન્ન કરેલ મહને જણાય છે. સત્ય તે કેવળી ગમ્ય.
વારૂ; કથાકાર આગળ જતાં કહે છે કે, તે બાળકને કોઈ ચંડાલ લઈ જાય છે અને પુત્ર તરીકે પાળે છે. હેને હાથે ખરજ (ચળ) બહુ આવવાથી તેનું નામ ક-કં એવું પડે છે; અને એક દિવસ જંગલમાં બે વિધાન મુનિઓની ગુપ્ત વાતચીત સાંભળવાનું બને છે. અમુક વાંસને અમુક ભાગ કાપી લેનાર મનુષ્ય રાજા થશે એ વાત મુનિની વાતચીત પરથી જાણવાથી કરક અને હેની સાથે જતા એક બ્રાહ્મણ વટેમાર્ગ વચ્ચે તે વાંસ માટે તકરાર થાય છે. અને ઝગડો રાજા સુધી પહોંચે છે. રાજા કેસ આપે છે કે, વાંસ કરકંડૂએ લે, પણ હારે હેને કોઈ રાજ્ય મળે હારે એક ગ્રામ બ્રાહ્મણને આપવું. | કરકને લઈ ચંડાલ બીજે ગામ જાય છે અને કંચનપુર શહેરનો રાજ અપુત્ર મૃત્યુ પામવાથી પાંચ દીવ્ય’ની કસોટી દ્વારા કરકંડૂને ગાદીએ સ્થાપવામાં આવે છે. પેલો બ્રાહ્મણ ગામ માગવા આવે છે અને રાજા