________________
I
!
જેનહિતેચ્છુ. સૃષ્ટિ હસ્તિમાં આવે છે અને અમુક વખત સુધી. હસ્તિમાં રહી પાછી તેમજ લય (Dissolve) થઈ જાય છે. એવી રીતે રાત અને દિવસની માફક થયા કરે છે.
' , પ્રશ્ન-વૃષ્ટિ હતિમાં આવી તે અગાઉ કઈ વસ્તુ અથવા શું હતું તે ખુલી રીતે કહે. ઉત્તર-સૃષ્ટિ હરિતમાં આવ્યા અથવા પ્રગટ (Menifest)થયા અગાઉ માત્ર એક હદ વગરનું પિલાણ અથવા જગ્યા (Infinite Abstract Space) શિવાય બીજું કંઇજ હતું નહીં. તેની શરૂઆત કે છેવટ નહીં હોવાને લીધે તે સદા છેજ અને સદા નેથી એમ કહીએ તો ચાલે. એ પિલાણ – અવકાશ (Space) જાતે શું છે તે જાણવું તદન જ અશકય છે માટે તેની ઉપર કલ્પના કરવી એ પણ બિલકુલ કોકટ છે. તે તમામ પિલાણુજ સર્વ સૃષ્ટિનું મૂળ અને અર્ક છે અને તેમાંથી જ સુષ્ટિ પ્રગટ થાય છે. સુષ્ટિ પ્રગટ થયા અગાઉ માત્ર તેજ હદ વગરનું પિલાણુ હસ્તિ ધરાવે છે, કે જે અખંડ એકજ “સત’ હોવાથી નથી ઓછું થઈ શકતું, કે નથી વધી શકતું નથી તેને કાપી શકાતું કે નથી તેના ભાગ થઈ શકતા, તેમજ નથી તેનું ઠેકાણું બદલાવી શકાતું, કારણ કે સર્વે ઠેકાણે તે સિવાય બીજું કંઈ છે જ નહીં. તેને હિંદુ શાસ્ત્રમાં “પરબ્રહ્મ (એટલે બ્રહ્મની અગાઉનું) કહેવામાં આવે છે. તેમજ “બેસ્ટેએ તેને “એનસુફ” કહેલું છે, અને માજદીયશની ધર્મમાં જેને “ઝરવાને અકરને’ (3oundless Space) કહેલું છે તેની હસ્તિ ગુવિધા કબુલ રાખે છે, કે જે મુળ “વસ્તુ” (તે કઈ વસ્તુ નથી એ ધ્યાનમાં રાખવું) સુક્ષ્મ અથવા પાતળી હાલતમાં ચૈતન્ય (Spirit Energy Consciousness) તરીકે તેમજ તમામ શક્તિઓ તરીકે હસ્તિમાં આવે છે, અને તે જ મૂળ વસ્તુ ભૂલ રૂપે એટલે ઘટ હાલતમાં નકર પદાર્થ તરીકે હસ્તિમાં આવે છે, કારણકે તે સિવાય બીજી વસ્તુની હસ્તિ છે જ નહીં.
પ્રશ્ન–“પરબ્રહ્મઅથવા “ઝરવાને અકરને શું છે તે જાણવું અશક્ય છે એમ કહેવાનું કારણ શું ?
ઉત્તર–પરબ્રહ્મ સંબંધી કાંઈ પણ કલ્પના અથવા વિચાર થઈ શકતો નથી, તેમજ તે અનિર્વચનીય (indescribable) અથવા વર્ણન નહીં કરી શકાય એવો છે. તે કલ્પનામાં આવે એમ નથી તેનું કારણ એ છે કે કોઈ પણ વસ્તુનો વિચાર કરતી વેળાએ તે વસ્તુને આપણે મનમાં