________________
ગુપ્ત જ્ઞાન ઈશ્વર સબ યા કા માન્યતાવના :દબોનું કારણ કોઈ “સેતાન ” હે જોઈએ એમ પણ માને છે, પણ
જે એમ માનવામાં આવે છે તેથી સર્વશક્તિમાન ઈશ્વરમાં “સેતાનને ” નાશ કરવાની શક્તિ નથી એવું સાબિત થાય છે. માટે તે ઇશ્વર સર્વશક્તિમાન હોઈ શકે જ નહિ. પાંચમું કારણ એ છે કે એક તરફથી ઈશ્વરને સર્વજ્ઞતા એટલે કે ભૂત, ભવિષ્ય કાળની અથવા આગલી પાછલી વાતને જાણનારો માનવામાં આવે છે અને વળી બીજી તરફથી તેજ ઇશ્વરને પેદા કરે ફરેસ્તો તેની સામે થઈ “સેતાન’ થઈ ગયો એવું માનવામાં આવે છે, પણ જો તેમ હોય તો સર્વજ્ઞ ઈશ્વરને એમ થવાનું છે તેની ખબર અગાઉથી પડી નહીં એવું સાબિત થાય અને તે ઈશ્વર સર્વજ્ઞ અથવા આગલું પાછલું જાણનારો કહેવાય નહીં. વળી જે ઈશ્વરને અનન્ત અથવા સર્વ ઠેકાણે એક સરખી રીતે વ્યાપેલો માનવામાં આવે છે તેજ ઈશ્વરને સ્વર્ગ અથવા બેહસ્તમાં મળવાની કેટલાક લોકો આશા રાખે છે, કે જે બે વાતે એકમેકથી ઉલટી તેમજ અકલથી પણ ઉલટી છે. અનન્તને આકાર હોઈ શંજ નહીં તે પછી તે બેહસ્તમાં કે કે અમુક જગ્યામાં કેવી રીતે બેસી કે ઉભા રહી શકે ? માટે સ્વર્ગ અથવા બેહસ્ત જેવી કેઈ અમુક જગ્યામાં બેસીને લોકેનાં દુઃખને તમારો "જેનાર ઈશ્વર કે ખોદા એ માત્ર આળસુ અને અભણ લોકોના મગજમાંથી જ નિકળેલો છે એમ જણાય છે. એવા ઇશ્વરની હસ્તિ અકલ કબુલ કરી શકતી નથી, કારણ કે તર્ક શાસ્ત્ર (Logic) ના આધારે ખોટી કરે છે, એટલા વાસ્તે સમજુ માણસોએ એવા ખોટા વિચારોને વળગી બેસવું વ્યાજબી નથી.
પ્રશ્ન–ત્યારે તો એમ સાબિત થાય છે કે “થિસોફીસ્ટો ” નાસ્તિક (Atheist) છે અને એક ઈશ્વરના માનનારા નથી.'
* ઉત્તર–કોને મગજમાંથી પેદા થયેલા ઇશ્વરની હસ્તિ નાકબુલ કર્યાથી નાસ્તિકપણું સાબિત થતું નથી.
પ્રશ્ન–ત્યારે તમામ સૃષ્ટિનો પેદા કરનાર કોણ? અને તો કયા ઈશ્વરની હસ્તિ માનો છો તે મહેરબાની કરીને કહે. * ઉત્તર—“યિઍસોફી” અથવા ગુપ્ત વિદ્યા એક મૂળ “વસ્તુ ” જે સર્વ પદાએશના આધારરૂપ છે તેની હસ્તિ કબુલ રાખે છે કે જે અખંડ એકજ સર્વ પિલાણ માત્ર જ ( Absolute Abstract Space ) છે. જેની શરૂઆત–મધ્ય કે અંત નથી. અને તેમાંથીજ અમુક વખતે