________________
જેન હિતેચ્છુ. - પ્રશ્ન એવા ઇશ્વરની હસ્તિ નાકબૂલ રાખવાનાં મેહેરબાની કરીને કારણ આપે : ''
ઉત્તર-એક તે એવા ઈશ્વરમાં માનનારાઓ તેને અનન્ત એટલે હદ વગર અથવા, સર્વ ઠેકાણે વ્યાપેલો (Infinite) માને છે; અને વળી તે કોઇથી પણ પેદા થયેલો નહીં પણ પોતે સર્વથી પહેલા અને કેઈિ પણ વરતુના આધાર વગર રહેલો ( Absolute ) છે એવું પણ માને છે.
પ્રશ્ન-હા, ઇશ્વર અનન્ત અથવા સર્વ ઠેકાણે વ્યાપેલો છે જ . જોઇએ, તેમજ વળી કોઈપણ વસ્તુના આધાર વગરને, અને સર્વ વ તુથી પહેલે તે જ હોવો જોઈએ. - ઉત્તર–ત્યારે જ અનન્ત અથવા હદ વગરનો હોય તે તેને કોઈ પણ જાતનો આકાર હોઈ શકે નહીં. કેમકે આકારને હદ હો વીજ જોઈએ. તેમજ હદ વગરનો હોય તે તે સર્વે ઠેકાણે હેવી જોઈએ, અને જે સર્વે ઠેકાણે તે પોતેજ હોય તેનાથી સૃષ્ટિ ઉત્પન્ન થઈ શકે જ નહીં, કારણ કે સૃષ્ટિ ઉત્પન્ન કરવાની જગ્યાજ માં રહી ? વળી સૃષ્ટિને બનાવવા માટે તેના બનાવવારને હીલચાલ તે કરવી જ પડે, કે જે અનન્ત (Infinite) અને કેવળ ( Absolute) ને સંભવતું નથી; માટે તમે ધારો છે તેવા ઈશ્વરથી સૃષ્ટિ પેદા થઈ શકે જ નહીં. બીજું કારણ એ છે જે ઈશ્વર જે તેની બનાવેલી સૃષ્ટિથી જુદો હોય અથવા તે ઈશ્વર એક અને તેની બનાવેલી સૃષ્ટિ બીજી હેય તે સૃષ્ટિ બનાવવામાં જે પદાર્થ જોઈએ તે ઈશ્વર ક્યાંથી લાવ્યા એ સવાલનો જવાબ આપી શકાતો નથી, કારણ કે સૃષ્ટિની હસ્તિની અગાઉ એક ઈશ્વર શિવાય બીજું કાંઈ હતું જ નહીં એવું આપણે કબુલ રાખીએ છીએ, માટે જેમ કુંભાર ઘડો બનાવે તેમ કઈ એક ઈશ્વરે સૃષ્ટિ બનાવી હોય એમ બીલકુલ સંભવતું નથી. ત્રીજું કારણ એ છે જે ઇશ્વરને એક તરફથી મહા દયાળુ અને ઇનસાફી માનવામાં આવે છે અને બીજી તરફથી તેજ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે સર્વને સુખ અથવા દુખ મળે છે એમ પણ માનવામાં આવે છે, પણ જે ધર ની પ્રમાણે એક જણ જન્મથી સુખી અને બીજે દુઃખી થતું હોય તો તેવો ઈશ્વર મહા વાળુ કે ઈનસાફી બીલકુલ કહેવાય નહીં, માટે તેવા ઈશ્વરની હસ્તિ સંભવતી નથી. ચોથું કારણ એ છે કે જે લોકો એક તરફથી ઈશ્વરને સર્વશક્તિવાન ગણે છે તેઓ બીજી તરફથી જગતમાં ચાલતાં