________________
સાયન્સને આધારે શોધાયેલું “ગુપ્તજ્ઞાન” ઈશ્વર સંબંધી કેવી માન્યતા શિખવે છે?
જૈન ધર્મ પર સામાન્ય રીતે “નાસ્તિક હેવાનું તહેમત કેટલાક અણસમજુ મનુષ્યો તરફથી મૂકવામાં આવે છે. પરંતુ જે સાધ્વીજી શ્રીમતી બાલબ્રહ્મચારિણી સતી પાર્વતીજીએ એ સમ્બન્ધમાં પિતાના પુસ્તકમાં ખુલાસે કરતાં અછી રીતે સમજાવ્યું છે કે જેનો ઇશ્વરને અવશ્ય માને છે, માત્ર ઈશ્વરમાં કર્તાપણું આપી એને દેવીત બનાવવાનું પસંદ કરતા નથી. એટલા માટે તેઓ “નાસ્તિક” નહિ પણ “આસ્તિક” જ છે. તેણુ આગળ વધીને આસ્તિક-નાસ્તિકની વ્યાખ્યા સમજાવતાં જણાવે છે કે, અમુક છે તત્ત્વની બાબતોને માનનારા એ સર્વ “આસ્તિક” ગણવા જોઈએ.
જેને ઈશ્વરને માનવા છતાં–ઈશ્વરનું અસ્તિત્વ માનવા છતાં હેવામાં કર્તાપણું નથી આરોપતા તે પછી આ દુનિઆની ઉત્પત્તિ વગેરે સંબંધી ખુલાસો કેમ આપી શકશે, એ સવાલ કેટલાક હિંદુઓને ઘણીવાર ઉદ્ભવ્યો છે. પરંતુ આ બાબતમાં જૈનોનો જવાબ રજુ કરવા કરતાં ખુદ વેદાંત વગેરેના આધારે અને “સાયન્સ” અથવા પદાર્થવિજ્ઞાન શાસ્ત્રની મદદથી ઉપદેશ કરનાર થિસારી નામે મંડળ તરફથી જે ખુલાસો રજુ કરવામાં આવે છે તે જ અત્રે પ્રગટ કરવા મહને પ્રેરણું થાય છે. “થીઓસોફી” નામના પુસ્તકમાંથી અક્ષરે અક્ષર ઢંકાયેલા નીચેના ખુલાસામાંથી કેટલાક જેને પણ ઘણું જાણવાનું મળશે.
* તે શબ્દો, જેમ છે તેમ, આ નીચે આપું છું – * પ્રશ્ન-થિએસોશી” ઈશ્વર અથવા તે ખુદાની હસ્તિ કબુલ રાખે છે કે નહીં?
ઉત્તર-ઇશ્વર શબ્દને તમે કેવો અર્થ કરે છે તે ઉપર તમારા સવાલનો આધાર રહે છે.'
પ્રશ્નતમામ પેદાશને પેદા કરનાર તથા તે ઉપર અમલ કરનાર કોઈ એક ધણી તે ઈશ્વર.
* ઉત્તર–જે ઇશ્વર તેની પેદા કરેલી પદાએશ અથવા ચષ્ટિથી અલગ છે અથવા તે કુંભાર અને તેના માટલાના જેવો ઈશ્વર અને સૃષ્ટિનો સંબંધ છે એમ સમજાવામાં આવતું હોય તો તેવા ઇશ્વરની હરિ થિસોફી” કબુલ રાખતી નથી, કારણ કે તેમ કરવાનું કાંઈ કારણ જણાતું નથી.