________________
૧૪
જેનહિતેચ્છુ. જેમ ત્રિજ્યા (Radio નીકળે તેવી રીતે, પ્રકાશીત કીરણો ભભુકી નીકળે છે.
આ રંગે ચિત્રમાં બરાબર દેરી શકાય નહિ તેનું કારણ એ છે કે, તે રંગો સામાન્ય માણસોના કામણ શરીરના પુદગલ કરતાં પણ વધારે બારીક-નાજુક–ethereal હોય છે તથા તે સાથે તેનાથીએ બારીક પુદ્ગળમાં પરંતુ તે ઘણું જ “ભર્યા–ભર્યા હોય છે, ઘણાજ ચળકતા અને તેજસ્વી હોય છે. હવે જે આપણે ચિત્રમાં આછો રગ આપીએ છીએ તે ભર્યાભર્યાનો દેખાવ આવી શકતો નથી અને ઘેરે રંગ આપીએ છીએ તે સૂઢમપણાનો ખ્યાલ આપી શકાતો નથી. - આ ચિત્રમાં વચ્ચેનો ભાગ ( વટાણું એટલે ભાગ ) સ્થૂલ અથવા ઉદારીક શરીરનો છે, હારે તેથી અનેક ઘણું વિસ્તારવાળો ભાગ સુમ શરીરનો છે. હેમાં બુદ્ધિ, પ્રેમ, ભક્તિ વગેરે ગુણે સ્પષ્ટ દેખાઈ આવે છે. આ માણસ દ્વારા પરમાત્મ તત્વ પ્રગટ થાય છે. સફેદ પ્રકાશનાં બાણ રૂપે તે શરીરમાંથી કીર્તિ અખંડીત રીતે ફેંકાયા કરે છે અને હેની આસપાસ મેઘ ધનુષના રંગે હીરા માફક ઝળકે છે. તે Radiation (અંશુસ્કુર) માં એવો કોઈ અર્થ ગુણ રહેલું છે કે હેની સમીપમાં આવનારા દરેક મનુષ્યની. અંદરના ઉચ્ચતમ ગુણોને તે ખીલવે છે–પછી તે ગુણો ગમે તે નામના હોય. આ પ્રમાણે એમના સહવાસમાં આવતા દરેક માણસ ફાયદો પામ્યા વગર રહેતા જ નથી.
જેનારો માણસ પોતે જે ગુણસ્થાનક ઉપર ઉભો હોય અર્થાત પોતે જે ભૂવન સુધી પહોંચ્યો હોય તે પ્રમાણમાં અહતના શરીરને જોઈ શકે. માત્ર ચૂલમાં રમી રહેલે મનુષ્ય અહંતના સુંદર ઉદારિક શરીરને જ જઈ શકે છે અને હેના જ વખાણ કરે છે; પણ એ રૂપ તે બે પડમાં થઇને દેખાતું હોવાથી અંદરના રૂ૫ જેટલું તેજસ્વી નથી હોતું. વિશેષ આગળ વધેલ જેનાર તેજસ્ શરીર, અને તેથી આગળ વધેલો જોનારો કામણ શરીર જાઈ દિગઢ બની જાય છે.
- મનુષ્યો ! આ બધું ઝાંખું ઝાંખું વર્ણન હમને શું શીખવે છે ? હમે જેને આજે દુષ્ટ પુરૂષ માને છે હેમની પાછળ પણ કાંઈક અમૂલ્ય ચીજે રહેલી છે—જે હમણાં હમારાથી છૂપી છે, અને જે એક દિવસ વિકાસ પામીને ઉપર કહ્યું તેવી પ્રકાશીત સ્થિતિમાં આવનાર છે. માટે હમે કોઇને ધિરશે નહિ. આપણામાં વધારે જ્ઞાન હોય, વધારે ગુણ હોય છે તે ઓછા જ્ઞાન કે ગુણવાળાને ધિક્કારવા માટે નહિ પણ એ ઓછા જ્ઞાન–ગુણવાળાની અંદર ઢંકાયેલા ઉગ્ર જ્ઞાન-ગુણને જોવા અને હેને ખીલવવાના રસ્તા ક્ષે શીખવવા માટે છે, એમ આપણે સમજવું જોઈએ.