________________
જેનહિતેચ્છ.
માત્ર છોડવા જોગ છે. જે કરે તે આત્માથે કરો, આત્મસાક્ષીએ કરો. થોડું થાય તો થોડું કરે; વધુ કરતા હોય તેના તરફ પ્રમોદ ભાવના ભાવે; અને હમારી ઓછી શક્તિ કબુલ કરો. પરતુ ઓછી શક્તિ છતાં, કિયા ઓછી પાળવા છતાં અમુક અમુક બાબતને દેખાવ કરી ક્રિયાપાત્ર તરીકે ખપવાને ઢગ કદી-કદી-કદી ન કરશો. મહા ચીકણાં કર્મ બાંધવાના એ “ખોટના વ્યાપાર” થી હમે અવશ્ય બચજે.
શ્રાવકોને ઉપદેશ આપવાનો પ્રસંગ હારે પણ મળે ત્યારે હેમને પ્રથમ સઘળાથી મિત્રી કરતાં અને સઘળાનું ભલું ચાહતાં શીખવજો અને
ન્યાયસંપન્ન વૈભવ” ના ગુણ તરફ હેમનું જેટલું લક્ષ ખેંચાય તેટલું ખેંચજો. એ બે ઉપદેશ પહેલાં મોટાં મોટાં તત્વનાં બુંગણાં કરો તે હમારો અને હેમને વખત નકામો જશે.
ક્રિયાની બાબતમાં જે હાના ન્હાના મતભેદ જૂદા જૂદા ધર્મોમાં અને એક ધર્મના જૂદા જૂદા સંધાડાઓમાં જોવાય છે તે ભેદો ઉપ. ભાર હમે કદી ન મૂકશે. હમને જે સંજોગોમાં જે ક્રિયા ઉચીન લાગે તે કરવાને હમે હકદાર છે; પણ બીજાની ક્રિયાને ધિકારશો નહિ. માત્ર તત્વની બાબત પર જ લક્ષ આપજે. અને એવી નિર્મળ–હું રાતું સ વગરની પવિત્રતા મેળવવા માટે “જ્ઞાન” હમને અવશ્ય ઉપયોગી થઈ પડશે. જ્ઞાન સઘળાં દરદોનું ઔષધ છે; જ્ઞાન હાજરાહજુર કલ્પવૃક્ષ છે; પરમ કલ્યાણકારિણી દયાથી પણ પહેલો નંબર ધરાવતું તત્વ કે હોય તો તે જ્ઞાન જ છે; જગતને તારનારું જ્ઞાન જ છે. માટે સૂત્રો અને પુસ્તકો ભણો, સમજો, મનન કરે, ભાષાજ્ઞાન ખીલવીને સૂત્રોનાં રહસ્ય સમજે અને લોકો કે જેઓ સૂત્રનાં ઉપલાં છોડાંમાં મહી રહ્યા છે તેમને અંદરના ટોપરાને સ્વાદ બતાવો. - ભાષાજ્ઞાન અને ન્યાયશાસ્ત્ર શીખી, અધ્યાત્મ વિદ્યામાં પ્રવેશ કરો. અધ્યાત્મ યાને યોગવિધાના જ્ઞાન વડે સૂત્રો અને પુસ્તક પર નવીન પ્રકાશ નાખે. જાહેર પત્રોઠારા હમારી શોધળ પ્રગટ કરાવી અનેક મનુષ્યને ફાયદો પહોંચાડે. બને તે આવા કામ માટે એક “મુનિમંડલ 'ની રોજના કરે. ' યાદ રાખજે, મુનિ મહાત્માઓ ! બરાબર યાદ રાખજો કે જે કે હમને આ સર્વે મુશ્કેલ લાગે તે પણ તે કર્યા વગર હમારે છુટકે નથી; લે વગર હવે ચાલશે જ નહિ. શ્રાવકોના માલમલીદા હરામના ખાશો તો