________________
આ પણ પીઠ ઉપર લઈને જળમાં પડીશું તો આપણે ડૂબીશું એટલું જ નહિં પણ પેલા જ વિશ્વાસે નિર્દોષ માણસોને પણ ડૂબાવીશું. ગુરૂપદ ઘણુંજ જોખમ ભરેલું છે. “ શિષ્ય ખરાબ નીકળ્યા એમાં હું શું કરું?” એમ કહી છૂટવાનું ગુરૂને પાલવવું ન જોઈએ. સ્ટીમરનો ધંધે સ્વાર્થ ખાતર કરાય છે તે છતાં ઉતારૂઓને સ્ટીમર પર લેતા પહેલાં હેની શારીરિક તપાસ કરવાની કાળજી રાખવામાં આવે છે, જે ઉતારૂ તનદુરસ્ત હોય તે જ હેને બેસાડે છે; નહિ તે ના કહે છે. શા માટે ? “ અમુક ટીમરમાં અમુક માણસ મુઓ' એમ કહેવાય છે, તે સ્ટીમરવાળાથી સહન થતું નથી તેથી “ અમુક ગુરૂના શિષ્ય ડૂબ્યા ” એવું સાંભળવાનું શું આપણાથી સહન થવું જોઈએ ? શિષ્ય કરેલો ક્રોધ કે ખટપટ, શિષ્ય કરેલી વ્યભિચારદષ્ટિ કે દુર્ભાવના માટે આપણે પોતે જોખમદાર છીએ. એના આંતર્ ગુણે પિછાનવા તથા સુધારવાની ગુપ્ત શકિત આપણુમાં ન આવે હાં સુધી ગુરુ પદના માનથી દૂર રહેવું એ જ આપણે માટે સહિસલામતીભરેલું છે.
૮ અધિકાર ” મેળવ્યા પછી “ શિષ્યો ” બનાવશે તો તેવા થોડા શિયો હજાર યોદ્ધા જેટલું કામ કરી શકશે; તેઓ અજ્ઞાન, ઈર્ષા, પ્રમાદ, વૈર, સ્વાધતા, કૃપશુતા, લેભ, કાયરતા અને વહેમની બલાઓને આ દુને આમાંથી દૂર કરી જગતને વિશ્રાતિ આપવાનું મહાભારત કામ બનાવી શકશે.
વચ્ચે વચ્ચે મહને કહી લેવા દો કે, કોઈ પણ સમ્પ્રદાય કે સંધાડા કે છમાંથી બાતલ કરાયેલા સાધુને હમે શિષ્ય તરીકે મુંડવા તૈયાર થશે નહિ. બગડેલા ધાનથી બીજા ધાનને બગાડવા સરખા રસ્તાથી હમેશાં દૂર રહેજે. | મુનિ મિત્રો ! હમારે આખું જગત અને તે સાથે નાત-જાતના ઉંચા નીરાપણાના ભેદને છોડવા છતાં સમુદાયના ભેદ શા માટે જોઈએ ? જાતનો ઉદ્ધાર એ જ હમારે “ધર્મ', એ જ હમારી “જ્ઞાતિ” નો ધં” હોવો જોઈએ; અને જેઓ હમારા વિચારથી એકમત હોય તેવા સંઘ સાથે હમારે ઐકય બનાવવું જોઈએ; ગઇ કે સંઘાડાનો ભેદ હેમને નવો ન જોઈએ.
ક્રિયાના આડંબરથી–ગર્વથી બચવા કોશીશ કરજે. ક્રિયા જેટલી શુદ્ધ પળાય તેટલું વધારે આત્મકલ્યાણ છે એ બાબત પર સંપૂર્ણ લક્ષ આપજો; પણ લેકે ક્રિયાને માન આપે છે એટલા ખાતર ક્રિયાને જે દેખાવ થાય છે તેવા દેખાવથી હમે હમેશ દૂર ભાગો દેખાવ માત્ર–બાહ્ય દંભ