________________
જેનેહિતેચ્છુ. મુનિમિહમારીચોતરફ દષ્ટિ કરો. દેશકાળનું અવલોકન કરે. હમણાં કઈ તીર્થંકર કે કેવળી આ ક્ષેત્રમાં છે નહિ; અને ચતુર્વિધ સંઘના ઉપર કોઈ પણ એક વ્યકિતને અંકુશ છે નહિ; તેથી જ્ઞાન તેમજ ચારિ બંને ડેeળાયેલાં થઈ ગયાં છે. હમણાં આપણે પિતાને “સફરી જાજ” કહેવડાવનારા પૈકી જ કેટલાએકે–અરે આપણામાંને મોટે ભાગે મહારૂં હારું, ક્રોધ, ઈર્ષા, અને ખટપટ રૂપી અગાધ જળમાં ડૂબી રહેલા હોઈ, બીજાને તારવાના કામ માટે તદન નાલાયક ગણાવા લાગ્યા છીએ. હવે પશ્ચિમનો પવન ચોતરફમાં ફેલાયો છે; તેથી અંધશ્રદ્ધા ઉડી ગઈ છે અને છાપાંઓ દ્વારા આપણાં પિોકળ ખુલ્લાં થવા લાગ્યાં છે. હવેના લેકો. આપણું કામો સાથે અન્ય સમુદાયના ધર્મગુરૂઓનાં કામોને મુ બલો કરતા થયા છે અને આપણાં હરામ હાડકાં માટે આપણા ઉપર કટાક્ષ કરતા થયા છે. ટૂંકમાં કહું તે આપણું અજ્ઞાન, આપણે પ્રમાદ, આપણે માનસિક મેલ અને દંભ : એ સૌ હવે છૂપું રાખ્યું રહે તેમ નથી; છૂપાવવાના પ્રયત્નો ઉલટા દોષમાં ઉમેરો કરે છે.
માટે મારા પ્રિય મિત્ર ! હવે તે જમાને પીછાન. સંજોગો તરફ આંખ આડા કાન ન કરો. અને સુધરવાને દઢ નિશ્ચય કરો.
હાં સુધી આપણે સુધરીશું નહિ હાંસુધી, આપણા ઉપર જેમની ખમદારી મૂકાયેલી છે એવા પાંચ લાખ માણસોની દશા કદી સુધારવાની નથી. માટે “ભૂલ્યા હાંથી ફરીથી ગણવા તૈયાર થાઓ. મુરબીઓ અને મિત્રો ! “ ગઈ ગુજરી ” ભૂલી જઈ નવું જીવન શરૂ કરો.
પ્રથમ તે, નવા શિષ્ય કરવાની ઇચ્છાને દૂર' મૂકે. આપણે જે તે જ હજી અજ્ઞાનમાં ડૂબેલા પડ્યા છીએ, હજી આપણે જ “શિષ્ય પદને પૂરા લાયક બન્યા નથી, તે પહેલાં ગુરૂ પદને લોભ કરવો તે, પુત્ર તરીકેની ફરજો સમજ્યા પહેલાં પિતા બની બેસવા જેવું કામ છે. આ આપણે ન્હાના બાળક જેવા નિરભિમાની અને સરળ બને એ ! આજે આપણે જ્ઞાનના સાગરમાં તરતાં શિખવાની શરૂઆત કરીએ. અને મહારે આપણે હોંશીઆર તાસ થઈશું, હારે આપણે ભયંકર તોફાન વખતે પણ તરવાની શકિતવાળા બનીશું હારે બીજાઓને તારવાની હિંમત ધરીશું. તે દરમ્યાનમાં આપણે નવી શક્તિ પ્રાપ્ત કરવાનું જ ચાલી રાખીશું અને શકિત મેળવ્યા પછી–કાંઇક પગભર થયા પછી બીજાને મદદ કરવા દેવીશું. જે તરવાની કળાના પારંગત થયા સિવાય ૨-૪ માણસોને