________________
મહારા મુનિ મિત્ર પ્રત્યે. બીજા જન્મમાં પેઠીઓ–પાડા કે બકરાપણે જન્મી શ્રાવકના અન્નનું સાટું વાળી આપવું પડશે. આ વાત જે તમને સાચી ન લાગતી હોય તે વીર ભગવાનનું “બહાનું' હમણાં જ છોડી દેજે; કારણ કે આ શબ્દો જ વીર ભગવાનના છે અને તે ઉપર હમને શ્રદ્ધા ન હોય તો આ વેશ પહેરીને હમે વીરના નામને માત્ર ભજવશો જ. ગુરૂપણની લાયકાત વગર, લેવાતી ભિક્ષા કાચા પારા જેવી છે, તે આરપાર નીકળી જશે. અને હમે ગુરૂપણને લાયક છે કે નહિ તે બાબતની ખાત્રી કરવા વિચાર હોય તે કોઇ શ્રાવને કે શિષ્યોને પૂછવા દોડશો નહિ; હમારા આત્માને જ પૂછો કે “મહાવીર પ્રભૂ હમારું ચારિત્ર સ્વીકારે છે?” કારણ કે તે તે હમારા આંતરિક શરીરને જોઈ શકે છે, હેની અંદરના પ્રકાશ યા અંધકાર યા વિકારને તે તે બરાબર જોઈ શકે છે.
આવા શુદ્ધ-સરળ સ્વભાવવાળા મુનિવરો એક જૈન ગુરૂકુળ” સ્થાપે -બે ઘણું જરૂરનું છે. અલબત શરૂઆત કરનારને અન્ન લેકોના અપશબ્દો સાંભળવા પડશે અને દુઃખ પણ સહવું ૫ છે, પરંતુ ત્રણ ચાર વર્ષે –૧૦ ઉત્તમ મુનિઓને એક બીજાના સહવાસથી અને જ્ઞાનની પાછળ લાગ્યા રહેવાના ઉદ્યમથી જે અગાધ શક્તિ મળશે તે, તે સર્વ દુઃખોનું. * ગાયું વાળવાને બસ થશે.
| મુનિ મહાત્માઓ ! વડીલો ! હમારી સમક્ષ ઉપદેશ કરવાને લાયક નથી જ, એક અલ્પજ્ઞ છતાં માત્ર ભકિતભાવથી–અંતરને પ્રેમથી આટલી અરજી કરી છે. તે આપના પવિત્ર હૃદયમાં જગા પામો એજ પ્રાર્થના છે.
મુનિ નાગચંદ્ર (કચ્છ-પત્રી ) - ખુશ ખબર–કચ્છમાં સાધુમાર્ગી જેન ધર્મના બે સભ્યદાયના મુનિવરોએ એક “પરિષદુ અથવા સભા કરીને જે ઉદયના રસ્તા ગોઠવ્યા છે તે તરફ હમણાં હમણું આખા હિંદનું લક્ષ ખેંચાવા લાગ્યું છે. એ પરિષર્તિ રિપોર્ટ ગુજરાતી અને હિંદી ભાષામાં પ્રસિદ્ધ થઈ ચુક્યો છે અને હમણાં માલવા-મારવાડના સાતેક મુનિવરે એ (કેળવણમાં પાછળ પડેલા). દેશમાં પણ સાધુ પરિષદ્ ભરવાની હીલચાલ કરવા લાગ્યા છે. એ શુભ દિવસ કયારે આવે કે હારે સુમારે પચાસેક મુનિવરો ઉચ્ચ જ્ઞાન અને અનુભવ પ્રાપ્ત કરી, સંધાડાના મતભેદ અને સાંકડા વિચારોને દેશવટો દઈ, આખા જગત પર ઉપકાર કરવા નિકળી પડે !