________________
આજે મળેલી સુખી માનવતી જીદગી ઉપરથી આપણે ખરી માનતા હેઇએ તે, આ ભવના પ્રમાદ, શેખાઈ, ખટપટ, લોભ અને ઈર્ષા એ વગેરેનાં ફળ પણ આવતા ભવમાં ભોગવવાં જ પડશે એ વાત આપણે પૂર્ણ શ્રદ્ધાથી માનીયાદ રાખવી જોઈએ. અને જે એ વાત આપણે ખરેખર જ માનતા હોઈએ તે–જે આપણે માત્ર વચનથી નહિ પણ અંતરથી તે માન્યતા ધરાવતા હોઈએ તો તે આપણું આખું વર્તન જ જતું હોય. આપણામાં ઉચ્ચ નિઃસ્વાર્થ પ્રેમ, જ્ઞાનની તીવ્રાભિલાષા, આત્મભોગ, ઉગ્ર ક્રિયાઓ અને દશવિધ સંપૂર્ણ બ્રહ્મચર્ય રંગે રંગે ઝળકી રહે. કોઈ ચીજ પડછા પાડ્યા સિવાય રહેતી નથી, કોઈ અવાજ પડઘો પાડ્યા સિવાય રહેતો નથી, કોઈ ભાવના તથારૂપ વર્તન ઉત્પન્ન કર્યા સિવાય રહે હિ જ. આપણી ભાવના ખરેખરી-આંતરની ન હોવાથી જ આપણું વત્તન ઉચ્ચ થઈ શકયું નથી. આપણી આંખમાં તે દિવ્ય પ્રકાશ નથી, આપણા ઉચ્ચારમાં તે દઢતા અને તાકાદ નથી, આપણા ચહેરા પર તે ગભીરતા અને શૌર્ય નથી. શાથી? શા કારણથી ? માત્ર એટલો જ કારણથી કે આપણે આચાર્ય શ્રી દેવચંદ્રજી સ્વામીના નીચેનાં વચનામૃતનું રહસ્ય સમજવા અને તદનુસાર વર્તન કરવા કોશીશ કરી નથી.
मुल उत्तर गुण सर्व संभालता, करता भातम शुद्ध.
श्रुतधारी श्रुतधर निःस्वारथी, वस कर्या त्रिक योग; अभ्यासी अभिनव श्रुत मारग, अविनासी अयोग. साची जैन क्रिया संभाळता, पाळता संयम सार; द्रव्य भाव आश्रव मर रालता, गाळता कर्म विकार. सामायिक आदिक गुणगीये, रमता चढसे भाव; अग लोकथी भिन्न त्रिलोकमां, पूजनिय' जसु पाव. अधिक गुणी, निज तुल्य, गुणीथकी, मळता ते मुनिराज; मरण समाधि निधि भवजलधीना तारण तरण जहाज. आप प्रशंसाए नवी माक्ता, राचता मुनिपुण रंग; अप्रमत्त मुनि शुन तत्व पूछता, शेवे जासु अभंग.
પૂર્વાચાર્યના આ શબ્દો પર અમલ આજે કોણ કરે છે? બહુ જ વીલા. અને એ કારણથી જ આપણો ઉપદેશ શ્રોતાજનોને અગ્રર કરી શકતું નથી, આપણું પિતાનું હૃદય જ્હાં સુધી નિર્મળ ન થાય ત્યાં સુધી આપણે