________________
હારા મુનિ મિત્રો પ્રત્યે. ધર્મધુરંધર સનિમિ! '
હું હમાસમાને એક હમારો લધુ બંધુ આજે હમારી આગળ ઘડીક વાત કહેવા આવું છું. મને હમારા કાન ધીરશે ? હારી ગાંડીઘેલી. વાતને હશી કહાડ્યા સિવાય ગંભીરતાથી સાંભળી એક લઘુબંધુને ઉત્સાહીત કરશો?
મુનિ મિત્રો ! કેવો સરસ ઇલકાબ આપણને સહેજમાં મળી ગયો છે? કેવું મહાન પદ આપણને થોડી મહેનતે પ્રાપ્ત થયું છે? કે પુષ્કળ નફાને ધંધો આપણને હાથ લાગ્યો છે ? શું એ કઈ પૂર્વ પુણનું ફળ નહિ હોય?
પૂર્વ પુણ્ય ! પૂર્વ પુણ્ય ! ખરે જ પૂર્વ પુણ્ય ! આપણે એ પુણ્યને સ્કૂલ આથી જોઈ શકતા નથી છતાં એ પુણ્ય વસ્તુતઃ હયાતી ધરાવે છે એ આપણે અટકળી તે શકીએ છીએ. જ્ઞાનીઓ તે પુણ્યને સાક્ષાત જોઈ શકે છે અને જોઈ રહ્યા છે; આપણે તે વિવેકબુદ્ધિથી અટકળી શકીએ છીએ.
છતાં તે વિવેકબુદ્ધિને આપણે આગળ વાપરતા નથી એ આપણું ભૂલ થાય છે. “પૂર્વ પુણ” ની હયાતી આપણે કબુલ કરીએ છીએ, પરંતુ એ પુણ્ય ખવાઈ જતું જેવા છતાં આપણે કાંઈ ખેદ કરતા નથી એ આપણી ભૂલ થાય છે.
જે જોખમભર્યા કામને આપણે માથે લીધું છે–સાધુપણાનો જે મહાન જો આપણે શિર ઉઠાવ્યો છે તે કામ અને તે બોજાતો આપણે ખ્યાલ ભૂલી જઈએ છીએ, જાણે કે હવે પછી-બીજા કોઈ જન્મમાં આપણને પુણ્યની જરૂર પડશે જ નહિ, જાણે કે બીજે ભવ જ છે નહિ; જાણે કે મરણ પછી કઈ સ્થિતિ જ છે નહિ !
મરણ પછી કોઈ સ્થિતિ છે જ નહિ એવો મત જડવાદીઓનો છે અને છતાં કેટલાક જડવાદીઓ પણ ઉદાર દીલના, વિશાળ મનના અને પરોપકારી, કર્તવ્યપરાયણ જોવામાં આવે છે. આપણે કે જેઓ જડવાદને જ માત્ર નહિ પણ જડવાદીઓને પણ ગાળો દેવામાં શરા છીએ તેઓ તે મરણ પછીની સ્થિતિ જાણે કે હયાતી જ ધરાવતી નથી એમ સમજીને વર્તીએ છીએ. આપણું વર્તન માત્ર એક ભવના ઉપર નજર રાખીને ચલાવીએ છીએ. છે પાછલાં ભવનાંકુનું ફળ આજે ભોગવીએ છીએ એ વાત, આપણને