________________
જેનહિતેચ્છ.
માસિક પત્ર.
પુસ્તક ૧૩ મું]
ફેબ્રુઆરી, ૧૯૧૧.
[અકર
જૈન ધર્મની પ્રાચીનતાના વધુ પુરાવા,
જૈન ધર્મ આજે જે સ્વરૂપમાં દેખાય છે એ સ્વરૂપમાં–જ્ઞાનરિપુ તુલ્ય ઉપદેશકો અને વ્યાપારી અર્ધદગ્ધ જેવા શ્રાવક ધરાવતા સ્વરૂપમાં– વિદ્વાનોનું આકર્ષણ તે ધર્મ તરફ ભાગ્યેજ થઈ શકે તેમ છે. બાદની શાખા તરીકે જેનને ઠરાવવાનો કેટલાકને પ્રયાસ આ જ કારણને આભારી હેય એ સંભવીત છે. તથાપિ દિવસે દિવસે આખી દુનીઆ ઉત્ક્રાન્તિક્રમમાં આગળ વધતી જાય છે, તેમ જેને પણ કાંઈક–અલબત ઘણુ જ આસ્તેથી વધવાની ઇચછાવાળા બનતા જોવાય છે અને એ ઇચ્છા જ એમની પ્રાચીનતાના પુરાવાને પડદામાંથી બહાર કહાડવામાં પરિણમે છે, એમ કહીએ તો ખોટું નથી. સુમારે બાર માસ ઉપર જલંધર કોન્ફરન્સ પ્રસંગે પંજાબી મુનિશ્રી રત્નચંદ્રજીએ માગધી ભાષામાં એક વ્યાખ્યાન આપ્યું હતું, જેમાં જૈનધર્મની પ્રાચીનતાના કેટલાક પુરાવા અન્ય ધર્મનાં પુસ્તકોમાંથી રજુ કરવા તેઓ શ્રમીત થયા હતા. એ ભાષણ એક “ર્ટના રૂપમાં પ્રસિદ્ધ કરીને જેનસમાચારના ગ્રાહકોને વિનાલ્ય આપવામાં આવ્યું હતું. એ ફેકટ' માંના પુરાવા ઉપરાંત હમણાં હારા એકાંત વાંચન વખતે મહારૂં લક્ષ એક વધુ પુરાવા તરફ ખેંચાયુ છે. તે પુરાવે, “થીઓસોફીલ સોસાઈટી'નાં સુપ્રસિદ્ધ જન્મદાતા રશીઅન બાનુ મૅડમ ઑવેટીના ગુપ્ત જ્ઞાનને લગતા પુસ્તકમાંથી ખેંચવામાં આવ્યા છે. આ પુસ્તકમાં ગુપ્ત જ્ઞાનને લગતી એવી તે ચમત્કારી બાબતો
* આ ડ્રેટ માગધી તથા હિંદી ભાષામાં છે. જોઈએ હેમણે આ ઓફિસ પર કાર્ડ લખી મગાવી લેવું. પાણેજ કેમૂલ્ય કાંઈ લેવામાં આવશે નહિ.