________________
મહાન ગુરૂના ચરણારવિંદમાં.
૩૨
૪
કરતા વધારે ડાહ્યા પુરૂષોને ધિક્કારે છે અને પોતે કરે છે તેવું બીજા પાસે પરાણે કરાવવા મથે છે. પ્રાણીઓને ભોગ આપ જોઈએ એ વહેમથી કેટલી બધી ત્રાસદાયક કતલ થઈ છે હેને વિચાર કરે; મનુષ્યોને માંસલા ખોરાકની જરૂર છે, એ ઘાતકી હેમથી જે ભારે ત્રાસદાયક કેર વર્તા છે કે હેને ખ્યાલ કરે ! આપણું વહાલા ભારતવર્ષમાં પણ છે ઢેડ વગેરેને સ્પર્શ કરવામાં પાપ છે એવા ) વહેમને લીધે હલકી વર્ણ ( ઢેડ, પારે આ, ચાંડાલ વગેરે ) તરફ જે વર્તણુંક ચલાવવામાં આવે છે તેને વિકાર કરો અને જેઓ બ્રાતૃભાવની ફરજ સમજે છે તેવા લોકોમાં પણ “ડેમ ' નામને આ દુર્ગુણ કેટલી બધી નિષ્ફરતા–નિયતા ઉત્પન્ન કરી શકે છે તેનો ખ્યાલ કરો ! હેમરૂપી ભૂતના વળગાટને વશ થઈ કેટલા બે મનુષ્યો-ખુદ પ્રેમ સ્વરૂપ પરમાત્માને નામે અનેક અપરાધો કરી બે છે. માટે હમારામાં આવા ખોટા ડેમનું નામ નિશાન પણું ન રહે તે માટે ચેતતા રહેજે.
આ ત્રણ મહાન ગુહાથી હમારે દૂર રહેવું જોઈએ, કારણ કે તે સ પ્રકારની ઉન્નતિને બાધક છે અને તે પ્રેમથી વિરૂદ્ધ ગુણ ધરાવતાં ૫ ૫ છે. હમારે આવાં પાપથી દૂર રહેવું જોઈએ એટલું જ પુરતું નથી; પરન્તુ તમારે સત્કાર્યમાં પ્રવૃત્તિ પણ કરવી જોઈએ. - મારામાં પરમાર્થ કરવાની ઈચ્છા એટલી બધી વ્યાપી રહેવી જોઈએ કે હમારી આસપાસ આવેલા સર્વ તરફ–કેવળ મનુષ્યો તરફ જ નહિ પણ પ્રાણીવર્ગ તેમજ વનસ્પતિ તરફ પણ પરમાર્થ વૃત્તિ બતાવવાને ? સંગ શોધતા રહેવું જોઈએ. નહાની નહાની બાબતમાં પણ દરરોજ “પરમાર્થ કરવાની ટેવ પાડવી જોઇએ, કે જેથી મારી પ્રકૃતિ જ પરોપકારી બની જશે અને તેથી કરીને હારે મહાન કામ બજાવવાની ઉત્તમોત્તમ અને કવચીત મળતી તક હમને પ્રાપ્ત થાય ત્યારે તે ઝડપી લેવા હમે ચુકશો નહિ. હમે પરમાત્મા સાથે એકરૂપ થવા ઈચ્છો છે તે પણ હમારા પિતાના ખાતર નહિ પણ એટલા જ ખાતર કે હમે એક એવી પ્રણાલિકા થઈ શકો કે જે દ્વારા પરમાત્માને પ્રેમ હમારા જાતિ ભાઈઓ સુધી વહી વહીને હેમને પકડી પાડે.
જે મનુષ્ય, માર્ગ ઉપર છે તે પિતાને વાતે નહિ પણ બીજાને વાસ્તે જીવે છે. તે બીજાની સેવા કરવા માટે તો પિતાની જાતને (હુંપણને ) પણ ભૂલી જાય છે.' તે પરમાત્માના હાથમાં એક કલમ સમાન