________________
મારવા જાય છે, અને એ શિકારના કામને “ર્ટ ” અથવા “ગમ્મત ” એવું નામ આપે છે તેવા સઘળા માણસને ઘાતકીપણાનું કર્મ લાગે છે.
જાણું છું કે હમે તે આવાં કામ ન જ કરે; અને પરમાત્માના પ્રેમને ખાતર હારે પણ હમને પ્રસંગ મળે ત્યારે હારે હમે તે અષ્ટ રીતે એવા કામોની વિરૂદ્ધ જ બેલો એવી મહને ખાત્રી છે. પણ હમારે આટલું ધ્યાનમાં રાખવાનું છે કે ધાતકીપણું માત્ર કાર્યમાં જ હોય છે એમ નથી, શબ્દમાં પણ ઘાતકીપણું હોઈ શકે છે. જે મનુષ્ય બીજનું દીલ દુખવવાના ઇરાદાથી કોઈ શબ્દ બોલે છે, તે પણ આ ગુન્હા નો ભાગીદાર છે. કદાચ હમે આ જાતનું પાપ નહિ કરે, પણ કેટલીક ર એક ખરાબ શબ્દ જેટલું નુકશાન કરે છે તેટલું જ નુકશાન બેદરકારીથી અથવા અવિચારથી અથવા ગાફેલીથી બોલાયેલા એક શબ્દથી થાય છે; માટે અજાણતાં પણ ઘાતકીપણું ન થઈ જાય તે બાબત કાળજી રાખજે.
ઘાતકીપણું ઘણુંખરૂં તો વિચારરહિતપણથી ઉદ્ભવે છે. દાખલા તરીકે, મનુષ્યમાં લભ અને તૃણાના ગુણે ઘણુજ વ્યાપી રહેલા હોવા નોકર વગેરેને છેક જ થોડો પગાર આપવાથી અથવા પોતાની સ્ત્રી કે છોકર - ને અડધાં ભૂખ્યાં રાખવાથી તેઓને જે દુઃખ પિતે ઉત્પન્ન કરે છે હે . હને ખ્યાલ સરખો પણ આવતું નથી. કોઈ માણસ માત્ર પોતાની વિષય . તૃપ્તિનો જ વિચાર કરે છે અને તેમ કરવાથી કેટલાં શરીર અને આત્માઓ છે તે પાયમાલ કરી નાખે છે તેની તે જરા પણ દરકાર કરતો નથી. તે . રીતે કેટલાક માણસો થોડી મીનીટની તકલીફ બચાવવાના હેતુથી પોતાન નોકરોને મુદતસર પગાર ચુકવતા નથી અને પિતાના આવા પ્રમાદથી , નોકરોને કેટલી મુશીબત પડશે હેને વિચાર સરખો પણ હેમને આવતે. નથી. આપણું અમુક કાર્ય બીજા ઉપર કેવી જાતની અસર કરશે હું વિચારવાનું ભૂલવાથી એટલે કે વિચારરહિતપણથી કેટલું બધું દુઃખ પદ થાય છે ? પણ કર્મ ભૂલતું નથી; મનુષ્યો ભૂલથી પાપ કરે છે, જે વાત કર્મ કદી લક્ષમાં લેતું નથી. માટે જે હમે માર્ગમાં દાખલ થવ માગતા હો તો ગાફેલીથી અથવા અવિચારથી ઘાતકીપણું હમારા હાથે ન થઇ બેસે એટલા ખાતર, હમારા દરેક કાર્યના પરિણામને ખ્યાલ કરવાનો રીવાજ રાખજે.
“વહેમ ” એ એક બીજે હોટ અનર્થ છે અને હેને નામે ઘણું. એક ભયંકર ઘાતકીપણું ગુજર્યું છે. જે માણસ વહેમને ગુલામ છે તે પોતાના