________________
૨૯
મહાન ગુરૂના ચરણારવિંદમાં. સઘળા જોરથી બીજાઓને પિતાના ગુન્હાના ભાગીદાર બનાવવા પ્રયત્ન કરે છે. નિંદા કરનાર પિતાની દુષ્ટ વાત બીજાઓ માની લેશે એમ ધારી બી ઓ સમક્ષ આતુરતાથી લલકારે છે, અને પરિણામ શું આવે છે ? જે માણસની વાત ચાલતી હોય છે તે કમભાગ્ય મનુષ્ય તરફ તે વાત સાં મળનારા મનુષ્યો પણ ખરાબ વિચારો મોકલવામાં શામેલ થાય છે. આ ક્રિ હમેશ ચાલ્યા કરે છે અને પરિણામે હેમાં એકાદ નહિ પણ હજારો મા ગુસો જોડાય છે. આ કેવું નીચ અને ઘાતકી પાપ છે હે હમને કાંઈ ખ્યાલ હજી આવે છે ? હમારે હેને સર્વથા ત્યાગ કરવો જોઈએ. હને કોઈ પણ મનુષ્યનું ભૂંડું બોલશે નહિ. હારે કોઈ સખસ હમારી રૂબરૂમાં બીજા કોઇનું ભૂઠું બોલવા માંડે હારે તે સાંભળવાની ચોખ્ખી ના પાડો અને હેને જણાવે કે “કદાચ આ વાત ખોટી જ હશે તો ? અને જે ખરી જ હશે તે પણ એ વિષય પર ન બોલવું એ જ વધારે દયામય છે. ” - હવે ઘાતકીપણું વિષે વિચાર કરીએ. હેના બે પ્રકાર છે. એક જણ જોઇને કરાતું ઘાતકીપણું અને બીજું અજાણતાં કરાતું ઘાતકીપણું. જાણી જોઈને કરાતું ઘાતકીપણું એટલે બીજા જીવને હેતુપૂર્વક દુઃખ આપવું તે તે ડાટામાં મોટું પાપ છે. એ, એક મનુષ્યનું નહિ પણ રાક્ષસનું કામ છે. હમે કહેશો કે આવું કામ તો કોઈ કરે જ નહિપણ હું કહું છું કે મનુષ્યએ વારંવાર એવાં કામ કર્યા છે અને હાલ પણ કરે છે. થોડાક દાખલા સાંભળ
રોમન કેથોલિક પંથથી વિરૂદ્ધ મત વિષે ચેકસી કરનારી ઘાતકી * યાય સભાએ એવું કામ કર્યું હતું; ઘણાએક ધર્મવાળા પુરૂષોએ ધર્મને નામે તેવાં કામ કર્યા છે; છતાં પ્રાણું ઉપર નિર્દય અખતરા કરી તે દ્વારા વેધક વિધા ખીલવવા ઈચ્છનારાઓ હાલ પણ એવું કામ કરે છે; અને ઘણું શિક્ષકો પણ દરરોજ આવાં કામ કરે છે ! આ બધા લોકો
આ તે એક રીવાજ છે એમ જણાવીને પિતાના ઘાતકીપણનો બચાવ કરે છે; પણ ઘણુ મનુષ્યો અમુક કામ કરે તે ઉપરથી કાંઈ ગુન્હો મટી જ નથી–ગુન્હાનું ગેરવ્યાજબીપણ ઓછું થતું ચી. કમ રૂટિની દરકાર રાખતું નથી અને ઘાતકીપણાનું કર્મ તો સર્વ કરતાં વધારે ભયંકર છે. ભારત વર્ષ એ તે એક એવો દેશ છે કે હાં આવી રૂઢી બચાવ થઈ શકે જ નહિ; કારણ કે આ દેશમાં અહિંસાનો ધમ. સર્વને બરાબર વિદિત છે. જેઓ પરમાત્માના પ્રાણીઓને જાણી જોઇને