________________
મહાન ગુરા ચરણારવિંદમાં. રથ હમારામાં છે, અને આ કારણથી જ હું કહું છું કે જગતમાં એવું કાંઈ છે જ નહિ કે જે દઢ નિશ્ચયવાળા એવા હમને અશક્ય લાગે. હમારા આત્માને આ પ્રમાણે કહેઃ “જે એક મનુષ્ય કર્યું છે, તે બીજે પણ કરી શકશે. હું એક મનુષ્ય છું; પણ મનુષ્યમાં રહેલા ઈશ્વર રૂપે છું. હું આ કામ કરી શકીશ અને હું તે કરીશ જ. ” કારણ કે જે હમે મહાન ગુના માર્ગ પર ચાલવા ઈચ્છતા હે તે હમારી છાશક્તિને, પાયેલા ગવેલ જેવી (અર્થાત વાળી વળે નહિ એવી) દઢ બનાવવી જોઈએ.
ચતુથ ચોગ્યતા. સઘળાં સાધનામાં અંગર સઘળી યોગ્યતાઓમાં પહેલે નંબરે “પ્રેમ” બીરાજે છે; કારણકે જે મનુષ્યમાં એક પ્રેમને જ ગુણ જોઈએ તેટલો ભવાન હોય તે તે બીજા સગુણ મેળવવાને હેને પ્રેરે છે. બીજ હાથ ઉપર જોઈએ તે પ્રેમ સિવાયના બીજા બધા ગુણો મેળવ્યા હોય તો પણ તે લેથી કામ ચાલશે નહિ. આ ચોથા સાધનને ઘણીવાર જન્મમરણનાં એમાંથી છુટા થવાની અને પરમાત્મા સાથે એક થવાની પ્રબળ ઈચ્છા તરીકે એ ળખાવવામાં આવે છે. પણ આ રીતે એનો અર્થ કો એ સ્વાર્થપક છે; કારણ કે હેમાં તે શબ્દને પૂરેપૂરો અર્થ આવી જતો નથી.
પ્રેમ એ એવી કોઈ પ્રકારની ઈચ્છા નથી, પણ એ તો અંતરને ઠરાવ, ચેસ નિશ્ચય જ છે. પ્રેમનું પરિણામ હારે જ દેખાય કે હારે હમે તે નિશ્ચયથી હુમાર પંડને પુરેપુરે રંગે, હારે હમે એટલા બધા તન્મય બી જાઓ કે જેથી મારામાં બીજી કોઈ પણ લાગણીને વાતે અવકાશજ રહેવા પામે નહિ. પ્રેમ એ અલબત પરમાત્મા સાથે એકરૂપ થવાનો દ, સંકલ્પ છે, પણ હેમાં એવો આશય નથી હોતો કે “એમ કરવાથી
દુઃખ અને ઉપાધિમાંથી છૂટું'; પરતુ પરમાત્મા તરફના સ્વાભાવિક આકર્ષણને લીધે હશે તેનાથી એકરૂપ બનો અને હેની માફક જ વર્તે એ જ આશય “પ્રેમમાં હોય છે. પરમાત્મા પોતે પ્રેમ સ્વરૂપ જ છે, માટે જે હેમાથી એકરૂપ બનવા હમે ચાહતા હે તે હમારે સંપૂર્ણ નિ:સ્વાર્થતા અને સંપૂર્ણ પ્રેમથી ભરપુર બનવું જોઈએ.
દરરોજના જીવનવ્યવહારમાં આ પ્રેમ બે રીતે અમલમાં મુકાય છે. ( જેનામાં “પ્રેમ” છે તે કોઈ પણ જીવને ઈજા ન થાય એવી સંભાળ રાખે છે (૨) જેનામાં “પ્રેમ” છે. તે મનુષ્ય બીજાને સ્ટાયભૂત થવાના પગની નિરંતર શોધમાં રહે છે. આ બે રીતે પ્રેમનું પ્રકટીકરણ થાય છે અર્થાત એ બે સ્વરૂપમાં “પ્રેમ” દર્શન દેછે. '