________________
- જેનહિતેચ્છ. એમ સમજીને જ હમારે સઘળું કામ કરવું જોઈએ. જેઓ વધારે જ્ઞાન ધરાવે છે તેઓ જ ઉપરનાં વાક્યનો શો અર્થ છે, તે બરાબર સમજશેઅને તે કરતાં પણ એક વધારે જૂનું વચનામૃત છે કે
હારા હાથને જે કાંઈ કરવાનું મળી આવે તે સર્વે હારા રાઘળા બળથી કરજે.”
એકાગ્રતાના ગુણમાં આ વાતનો પણ સમાવેશ થાય છે કે જે માર્ગમાં હમે દાખલ થયા છે તે માર્ગમાંથી કઇ પણ કારણે, એક પળ પણ હમારે ખસવું નહિ. કોઈ પણ પ્રકારની લાલચ, કોઈ પણ પ્રકારનું સાંસારિક સુખ, અને કઈ પણ સાંસારિક રાગને લીધે મારે મારા માર્ગથી ડગવું નહિ.
હમારે જાતે તે માર્ગની સાથે એકરૂપ (તન્મય) થઈ જવું જોઈએ. આ ગુણ એટલે બધે દરજે મારા સ્વભાવરૂપ થઈ જવો જોઈએ કે “હું માર્ગ ચાલું છું' એવો વિચાર કરવાની જરૂર પડ્યા સિવાય પણ હમે તેજ માર્ગે ( સ્વભાવથીજ) ચાલ્યા જાઓ અને તેનાથી જરા પણ દૂર હમારાથી ખસી શકાય જ નહિ.
હમે–એક આત્માએ આ નિશ્ચય કર્યો છે, અને હવે હેનાથી દૂર ભાગવું તે હમારા આમાથી દૂર ભાગવા સમાન છે.
(૬) શ્રદ્ધા –હમારે મારા મહાન ગુમાં શ્રદ્ધા રાખવી જોઈએ તેમજ હમારા પિતામાં પણ શ્રદ્ધા રાખવી જોઈએ. જે હમે ગુરૂદેવને એકવાર જેવા પામ્યા હશે તો તે અનેક જન્મો સુધી હેમનામાં સંપૂર્ણ શ્રદ્ધા હમે રાખશો જ. પણ જે હમે હેમને ન જ જોયા હોય તો હમારે હમનો સાક્ષાત્કાર થાય એવા પ્રયત્ન કરવો જોઈએ, અને હેમના પર શ્રદ્ધા રાખવી જોઇએ. તેમ ન કરો તો એવા ગુરૂ પણ હમને મદદ કરી શકે નહિ.
હાં સુધી પૂર્ણ શ્રદ્ધા ન હોય હાં સુધી પ્રેમ અને બળને પૂર્ણ પ્રવાહ ( ગુરૂદેવ તરફથી શિષ્ય તરફ) વહી શકે જ નહિ.
હમારા આત્મામાં પણ હમારે પૂર્ણ વિશ્વાસ રાખવો જોઈએ. શું હમે એમ કહે છે કે “હું હારા આત્માને સંપૂર્ણ રીતે ઓળખું છું ?” ખરેખર જે હમને એમજ લાગતું હોય તો જાણજો કે હમે હમારા આત્માને ઓળખતા જ નથી. હમે તે ફક્ત નબળું બહારનું ઉતરું કે જે કાદવમાં ડુબી ગયું છે હેને ઓળખો છો. પણ હમે-ખાસ હમે-તે ઈશ્વરી અગ્નિના કિરણ રૂ૫ છે; અને પરમાત્મા કે જે સર્વશક્તિમાન છે તે