________________
જૈનહિતેચ્છુ. નહિ તે જે મનુષ્ય તેવી ક્રિયાઓ નહિ કરતે હાય હેના કરતાં કોઇપણ રીતે હમે પોતાની જાતને વધારે ઉચ્ચ ગણશે. જો કે બાહ્ય વિધિઓથી હમારે દૂર રહેવાનું છે તથાપિ જે લોકો એવી ક્રિયાને હજી વળગી રહેતા હાય હેમને ધિક્કારવાનો હમને હક્ક નથી. મને હેમની ઈચ્છા પ્રમાણે વર્તવા દે, હમારે માત્ર એટલું જ જોવાનું છે કે હમે કે જેઓ સત્યને જાણો છે હેમની વચ્ચમાં તેઓ માથું ન મારે અને જે સ્થિતિ હમેં પસાર કરી ગયા છે તે સ્થિતિ તરફ તેઓ હમને જેરથી પાછા ન ધકેલે એટલુંજ માત્ર હમારે સાચવવાનું છે. દરેક બાબતમાં નમતી દેરી મેલતાં 'શિખે; બધા તરફ માયાળુ રીતે વર્તે. '
હવે તમારી આંખો ઉઘડી છે, તેથી કરીને હમારી કેટલીક જૂની માન્યતાઓ, હમારી જૂની ક્રિયાઓ હમને ભૂખંભરેલી ભાસશે. ખરેખર તેઓ પૈકી કેટલીક તો છે જ એવી, અને જે કે હવે હમે હૈમાં ભાગ કઈ શકે નહિ, છતાં જે ભલા આત્માઓને તે ક્રિયાઓ હજી જરૂરના લાગે છે હેમને સારૂ હેને માન આપે. તેઓને પણ ( આ વિશ્વમાં ) સ્થાન છે; તેઓનો પણ ઉપયોગી છે. તમે તમારી મેળે સારી રીતે અને છૂટે હાથે લખતાં શિખ્યા ત્યાં સુધી જે બે લીટીઓએ હમારી બાળક અવસ્થામાં હમને સીધું અને બરાબર લખતાં શિખવ્યું હતું તે બે લીટીએ જેવીજ આ ક્રિયાઓ છે. એક વખત એવો પણ હતો કે ચ્યારે મને તે જરૂરી લાગતી હતી, પણ હવે તે વખત વીતી ગયા છે.
એક મહાન ગુરૂએ એક વખત લખ્યું છે કે “ભ્યારે હું બાળક હતે હારે હું બાળક માફક બોલતે, બાળકની માફક સમજ, અને બાળકની માફક વિચારતે; પણ ખ્યારે હું હેટ મરદ થશે ત્યારે કહે બાલક્રિડા છેડા દીધી.” પરંતુ પોતાની બાલ્યાવસ્થા ભૂલી ગયો હોય એવો કોઈ સખસ બાળકો તરફની દિલસોજી પણ ભૂલી જાય તે તે સખસ બાળકને શિખવી કે મદદ કરી શકે નહિ જ. માટે બૈદ્ધ શું કે હિંદુ શું, જેને શું કે યાહુદી શું, ખ્રીસ્તી શું કે મુસલમાન શું, સઘળા તરફ માયાળુ, પ્રેમી અને સહિષ્ણુતાય દષ્ટિથી જોતાં શિખે.
(૪) આનંદ-ખુશામીજાજ-હમારે હમારૂં કર્મ–તે ગમે તેવું હોય તો પણ—આનંદપૂર્વક સહન કરવું જોઈએ. હમારા ઉપર દુ:ખ આવે એ તે મને એક માન મળ્યા બરાબર ગણવું જોઈએ, કારણ કે દુ:ખ જણૂવે છે કે કર્મના દે મને મદદ કરવા લાયક ગણે છે. તે